શોધખોળ કરો
Advertisement
દિલ્લીમાં 40 ટકાથી પણ વધારે ડાયાબિટિસના દર્દીઓ, મુંબઈ- અમદાવાદ પણ દિલ્લીની નજીક
નવી દિલ્લી: દિલ્લીમાં 40 ટકાથી પણ વધારે લોકો ડાયાબિટિસથી પીડાય છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, દેશની રાજધાની ડાયાબિટિસના દર્દીઓની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં દિલ્લી બાદ મુંબઈ અને અમદાવાદ આવે છે. આ બન્ને શહેરોના આંકડા દિલ્લીથી બહુ દુર નથી.
આ અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, 42.5 ટકા દિલ્લીવાસીઓ આ રોગથી પીડાય છે. જો મુંબઈની વાત કરીએ તો એ દિલ્લીથી બહુ પાછળ નથી. 38.5 ટકા મુંબઈકરો ડાયાબિટિસથી પીડાય છે. દિલ્લી અને મુંબઈ બાદ અમદાવાદમાં 36 ટકા લોકો ડાયાબિટિસના દર્દી છે. આગળ આ યાદીમાં બેંગલોરમાં 26.5 ટકા, જ્યારે ચેન્નાઈમાં 24.5 ટકા ડાયાબિટિસના દર્દીઓ છે.
હૈદરાબાદ અને કોલકાતામાં અંદાજે 22.6 ટકા અને 19.7 ટકા જેટલા ડાયાબિટિસના દર્દીઓ છે. એસોચેમ સ્ટડી ડાયાબિટિસ ઓન દ રાઈસ ઈન ઈન્ડિયાના કહ્યા પ્રમાણે માત્ર શહેરોમાં જ નહી, દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો દેશના લોકો દ્વારા પોતાની જીવનશૈલી અને ખોરાકની ટેવ ન બદલવામાં આવી, તો ભારતમાં 2035 સુધીમાં 12.5 કરોડ લોકો ડાયાબિટિસથી પીડાશે.
એસોચેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ડાયાબિટિસના વધતા દર્દીમાં પુરુષોની સંખ્યામાં 25 ટકા અને મહિલાઓની સંખ્યા ચોંકાવનારી છે, જેમા 42 ટકાનો વધારો થયો છે. આ અભ્યાસમાં લગભગ 55 ટકા લોકો જેમના ઉપર આ અભ્યાસ કરવામાં આવ્યું છે, એ લોકોની ઉમર પ્રમાણે 20થી29 વર્ષના, 30થી39 વર્ષ(26 ટકા), 40થી49 વર્ષના(16 ટકા), 50થી59 વર્ષના(2 ટકા) અને 60થી69 વર્ષના(લગભગ 1 ટકા) પરિણામ પ્રાપ્ત થયું હતું.
આ અભ્યાસમાં 18 વ્યાપક ક્ષેત્રના ખાનગી કર્મચારીઓ જેમા IT/ITes સેક્ટરના વધારે લોકોને ટારગટ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ માટે દિલ્લી-એનસીઆર, મુંબઈ,બેંગલોર, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે, ચંદીગઢ, દેહરાદૂન અને અન્ય મોટા શહેરોને પસંદ કરવામાં આવ્યું હતું. જેમાંથી બહુ ઓછા, સરેરાશ 500 જેટલા કર્મચારીઓને દરેક શહેર માંથી લેવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement