શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટ દરમિયાન ચાર લાખથી વધુ લોકો ચીનથી પહોંચ્યા હતા અમેરિકા
ચીનમાં કોરોના વાયરસ ફેલાયાના થોડા દિવસો બાદ ચીનથી 4,30,000 લોકો ઉડાણ ભરીને અમેરિકા પહોંચ્યા હતા.
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોરોના વાયરસ પીડિતોની સંખ્યા આખા દુનિયામાં સૌથી વધુ છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ચીનમાં કોરોના વાયરસ ફેલાયાના થોડા દિવસો બાદ ચીનથી 4,30,000 લોકો ઉડાણ ભરીને અમેરિકા પહોંચ્યા હતા. એટલે કે જ્યારે લોકોને વુહાનમાં કોરોના વાયરસ ફેલાયાની જાણકારી મળી ત્યારે અમેરિકા આવી ગયા હતા.
એક રિપોર્ટ અનુસાર, તેમાંથી કેટલાક પ્રવાસીઓ એવા હતા જે વાયરસના કેન્દ્ર વુહાન શહેરમાંથી સીધા અમેરિકા આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો તે અગાઉ તે અમેરિકાના 17 રાજ્યોમાં ચીનથી આવી પહોંચ્યા હતા. ચીનના અધિકારીઓએ આ બીમારીને નિમોનિયા જેવી બતાવી હતી. જેના કારણે અમેરિકન એરપોર્ટ્સ પર ચીનથી આવી રહેલા મુસાફરોની તપાસ કરાઇ નહોતી. નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે. અમેરિકામાં કોરોના પીડિતોની સંખ્યા ત્રણ લાખ પાર પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion