શોધખોળ કરો

Corona Vaccine: કોરોના રસીને લઈને ભારતમાં બન્યો રેકોર્ડ, માત્ર 19 દિવસમાં 45 લાખ લોકોને.....

ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે.

નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ભારતમાં માત્ર 19 દિવસની અંદર લગભગ 45 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ભારત 18 દિવસની અંદર 40 લાખ લોકોને રસી આપીને સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બની ગયો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે. ભારતે સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૃઆત કરી હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૪૧ સેશનમાં ૩,૧૦,૬૦૪ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી ૮૪,૬૧૭ સેશન હાથ ધરવામાં આવ્યા છે. મંત્રાલય અનુસાર દેશમાં 19 દિવસમાં 44,49,552 લોકોને કોરાના રસી આપવામાં આવી ઝે. ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,55,025 રહી ગઈ છે જે સંક્રમણના કુલ કેસના માત્ર 1.44 ટકા છે. દેશમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની કુલ સંખ્યા 1,04,80,455 થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 97.13 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેરળમાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 6356 નવા કેસ સામે આવ્યા છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં 2992 અને તમિલનાડુમાં કોરોનાના નવા 514 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના નવા મોતના કેસમાંથી 71.03 ટકા કેસ માત્ર છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ છે. મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધારે 30 લોકોના મોત થયા છે જ્યારે કેરળમાં 20 અને પશ્ચિમ બંગાળ તથા છત્તીસગઢમાં સાત-સાત લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદRajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલJamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા

Embed widget