47 દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
આમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વિટામિન સપ્લિમેન્ટ્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટાસિડ્સના કેટલાક બેચનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી: સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓએ તાજેતરના સર્વેક્ષણમાં 47 દવાના સેમ્પલ 'સ્ટાન્ડર્ડ ક્વોલિટી(NSQ) ના ન હોવાનું શોધી કાઢ્યું છે. આમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા વિટામિન સપ્લિમેન્ટ્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટાસિડ્સના કેટલાક બેચનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દવાના નમૂનાઓની NSQ તરીકે ઓળખ એક અથવા બીજા ચોક્કસ ગુણવત્તા પરિમાણોમાં દવાના નમૂનાની નિષ્ફળતાના આધારે કરવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નિષ્ફળતા સરકારી પ્રયોગશાળા દ્વારા પરીક્ષણ કરાયેલ બેચના દવા ઉત્પાદનો માટે વિશિષ્ટ છે. દર મહિને હાથ ધરવામાં આવતી નિયમિત પ્રક્રિયા છે. મંત્રાલયે કહ્યુ હતું કે "બજારમાં ઉપલબ્ધ અન્ય દવા ઉત્પાદનો પર કોઈ ચિંતા કરવાનો વિષય નથી.
રાજ્ય દવા પરીક્ષણ પ્રયોગશાળાઓએ પણ 56 દવાઓ ઓળખી કાઢી છે. ફેબ્રુઆરીમાં સરકારે કહ્યું હતું કે બંગાળના એક સેમ્પલને નકલી દવા તરીકે ઓળખ કરવામાં આવી હતી જે અન્ય કંપનીની માલિકીના બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને અનધિકૃત ઉત્પાદક દ્વારા બનાવવામાં આવી હતી. આ બાબતની તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે NSQ ખોટી બ્રાન્ડવાળી અને નકલી દવાઓ નિયમિતપણે ઓળખ કરવામાં આવે છે અને રાજ્ય નિયમનકારો સાથે સંકલિત પ્રયાસો દ્વારા બજારમાંથી હટાવવામાં આવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દવાના નમૂના એક અથવા બીજા નિર્ધારિત ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળતાના આધારે દવાઓને NSQ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ નિષ્ફળતા ફક્ત સરકારી પ્રયોગશાળા દ્વારા પરીક્ષણ કરાયેલા દવા ઉત્પાદનોના બેચ માટે જ હતી અને બજારમાં ઉપલબ્ધ અન્ય દવા ઉત્પાદનો માટે કોઈ ચિંતા ઉભી કરતી નથી. ફેબ્રુઆરી 2024માં પશ્ચિમ બંગાળના એક દવાનું સેમ્પલ નકલી હોવાનો ખુલાસો થયો હતો.
તેમણે કહ્યું હતું કે ખોટી બ્રાન્ડવાળી અને નકલી દવાઓ ઓળખવા માટે NSQ ની આ કાર્યવાહી રાજ્ય નિયમનકારો સાથે મળીને નિયમિતપણે હાથ ધરવામાં આવે છે જેથી ખાતરી કરી શકાય કે આ દવાઓ ઓળખાઈ જાય અને બજારમાંથી દૂર કરવામાં આવે.
આ દવાઓ મોંઘી થશે
1 એપ્રિલથી પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ, એન્ટિ-ડાયાબિટીક અને કેન્સર જેવી આવશ્યક દવાઓ મોંઘી થવા જઈ રહી છે. સરકારે રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદી (NLEM) માં સમાવિષ્ટ દવાઓના ભાવમાં 1.74 ટકાનો વધારો મંજૂરી આપી છે. ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 2013 ની જોગવાઈઓ હેઠળ ઉત્પાદકો દવાઓના ભાવમાં વધારો કરી શકે છે.





















