શોધખોળ કરો
Lockdown:પોતાના ઘરે જઈ રહ્યા હતા 30 લોકો, રોડ અકસ્માતમાં 5ના મોત
તેલંગણામાં એક રોડ અકસ્માતના કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રાયચૂર: તેલંગણામાં એક રોડ અકસ્માતના કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ લોકો લોકડાઉન દરમિયાન પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. એએનઆઈના ટ્વિટ મુજબ, તેલંગણાના શમશાબાદમાં લોકી અને મિની ટ્રકની ટક્કર બાદ પાંચ લોકોના મોત થયા અને 6 ઈજાગ્રસ્ત થયા છે. મિની ટ્રક 30 લોકોને લઈને જઈ રહ્યો હતો, જે કોરોના વાયરસમાં લોકડાઉનમાં રાયચૂર કર્ણાટક પોતાના ઘરે જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એએનઆઈએ ટ્વિટના કેપ્શનમાં લખ્યું, 'શનશાબાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્કલ ઈન્સપેક્ટર અને વેંકટેશે જણાવ્યું કે મિની ટ્રકમાં મુસાફરી કરનારા લોકો રસ્તાનું કામ કરતા મજૂરો હતા કેટલાક રાયચૂર કર્ણાટકના હતા તો કેટલાક સૂર્યપેટ તેલંગણાથી હતા.'
વધુ વાંચો



















