શોધખોળ કરો
Advertisement
UP: પ્રવાસી મજૂરોને બસે લીધા અડફેટે, છ લોકોના ઘટના સ્થળે જ મોત
પગપાળા ચાલીને જઈ રહેલા મજૂરોને પાછળથી આવેલી સરકારી બસે કચડી નાંખ્યા હતા.
મુઝફ્ફરનગરઃ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ગુરુવારે રોડવેઝની બેકાબૂ બસે પ્રવાસી મજૂરોને અડફેડે લઈ કચડ્યા હતા. આ દુર્ઘટનામાં 6 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને 4 મજૂરો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ મજૂરો પગપાળા પંજાબથી બિહારના ગોપાલગંજ જતા હતા.
પગપાળા ચાલીને જઈ રહેલા મજૂરોને પાછળથી આવેલી સરકારી બસે કચડી નાંખ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં તેમની ગંભીર હોલતને જોઈ ડોક્ટરે તેમને મેરઠ મોકલી આપ્યા હતા, હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસે સ્થળ પરથી મૃતકોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તમામ મજૂરોની ઓળખ થઈ ગઈ છે. જે બાદ પગપાળા આવી રહેલા સેંકડો મજૂરોને પોલીસે ટ્રક તથા અન્ય વાહનોમાં બેસાડીને આગળ જવા રવાના કર્યા હતા. જાણકારી પ્રમાણે બસનો ડ્રાઈવર દારૂના નશામાં હતો. બસ ડ્રાઈડવરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.6 migrant workers who were walking along the Muzaffarnagar-Saharanpur highway killed after a speeding bus ran over them late last night, near Ghalauli check-post. Case registered against unknown bus driver. pic.twitter.com/s81e7gpYkH
— ANI UP (@ANINewsUP) May 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion