શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: રાજોરીમાં બસ ખીણમાં ખાબકતા 7ના મોત, 15 ઈજાગ્રસ્ત
જમ્મૂ કાશ્મીરના રાજોરીમાં એક મોટી બસ દુર્ઘટના બની છે. બસ ખીણમાં ખાબકતા 7 લોકોના મોત થયા છે, જ્યારે15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના રાજોરીમાં એક મોટી બસ દુર્ઘટના બની છે. બસ ખીણમાં ખાબકતા 7 લોકોના મોત થયા છે, જ્યારે15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસ જમ્મુથી પૂંછ જઇ રહી હતી બસ સુંદરબનીની પાસે એક ખીણમાં ખાબકતા આ દુર્ઘટના બની હતી.
રાજોરી જિલ્લાના સિયોટની નજીક એક બસ કાબૂ ગુમાવી ખીણમાં ખાબકી હતી. રાજોરી પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ મૃતકો અને ઇજાગ્રસ્તોને સમગ્ર માહિતી મળી શકશે. તેમણે કહ્યું કે બસ પૂંછના સુરાનકોટથી જમ્મુ તરફ જઇ રહી હતી. દુર્ઘટનાના કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બેદરકારીના કારણે દુર્ઘટના બની છે.Jammu & Kashmir: 7 dead & 15 injured after a bus rolled down a gorge in Lamberi, Rajouri district.
— ANI (@ANI) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion