શોધખોળ કરો
COVID 19: 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં નથી નોંધાયો એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં અત્યારે 16,454 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 4,257 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
![COVID 19: 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં નથી નોંધાયો એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય 78 districts has not reported fresh cases during last 14 Days: Health Ministry COVID 19: 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં નથી નોંધાયો એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/23225600/Corona-test.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 1409 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 388 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે પહેલા એવા 4 જિલ્લા હતા જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઈ કેસ નહોતા આવ્યા, હવે જિલ્લાઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. દેશમાં 78 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસથી કોઈ કેસ નથી નોંધાયો.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 21,393 લોકો Covid 19 થી સંક્રમિત છે અને 681 લોકોના મોત થયા છે. દેશમાં અત્યારે 16,454 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 4,257 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. આપણે ટ્રાન્સમિશનને રોકવામાં અને ડબલિંગ રેટનો ઓછો કરવામાં સફળ રહ્યા. જ્યાં એક મહિના પહલા કુલ ટેસ્ટમાંથી આશરે 4.5 ટકા પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. આજે પણ એજ અનુપાત છે. આપણે ટેસ્ટિંગ વધારી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કુલ 5 લાખ ટેસ્ટ થઈ ગયા છે અને પોઝિટિવ કેસ 20000થી થોડા વધુ છે.
અમારો પ્રથમ પ્રયાસ એ છે કે લોકોને હોસ્પિટલ ન આવવું પડે. આ ત્યારે જ સંભવ છે જ્યારે આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરીએ. બીજો લક્ષ્ય છે કે જે હોસ્પિટલ આવે તેને પૂરી સહાયતા મળે. આજે દેશમાં 736 હોસ્પિટલોમાં 1.94 લાખ બેડ છે.
આંધ્રપ્રદેશ- 813, અંદમાન નિકોબાર-18, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-35, બિહાર-143, ચંદીગઢ-27, છત્તીસગઢ-36, દિલ્હી-2248, ગોવા-7, ગુજરાત- 2407, હરિયાણામાં-252, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-407, ઝારખંડ-49, કર્ણાટક- 427, કેરળ-438, લદાખ-18, મધ્યપ્રદેશ-1592, મહારાષ્ટ્ર- 5652, મણિપૂર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-83, પોંડીચેરી-7, પંજાબ-251, રાજસ્થાન-1890, તમિલનાડુ-1629, તેલંગણા-945, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-46, ઉત્તર પ્રદેશ-1449 અને પશ્ચિમ બંગાળ-456 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)