શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9352 થઈ, 324 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો નવ હજારને પાર પહોંચ્યો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો નવ હજારને પાર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મજુબ, દેશમાં 9352 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામે લડી 979 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સરકારે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણને લઈને અત્યાર સુધીમાં બે લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે જે ગતિએ ટેસ્ટ કરીએ છીએ, આપણી પાસે એક સ્ટોક છે જેની સાથે આપણે આગામી છ અઠવાડિયા માટે સરળતાથી ટેસ્ટ કરી શકીએ છીએ. ચીન તરફથી COVID19 કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલના રોજ ભારત આવશે.
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. દેશભરમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન છે. કાલે પ્રધાનમંત્રી મોદી તેને આગળ વધારવાને લઈને નિર્ણય કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
દુનિયા
Advertisement