એરપોર્ટ પર નાના બાળકનો દેશપ્રેમથી ભરેલો વીડિયો વાયરલ, સેનાના જવાનને દબદબાભેર આપી સલામી, જુઓ વીડિયો
એક નાનુ બાળક દેશના જવાનને પુરા જોશ સાથે સલામી આપી રહ્યો છે. સોશ્યલ મીડિયા આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાળકને પણ માન સામે માન આપનારો જવાન પણ પ્રસંશાને પાત્ર બની રહ્યો છે.
બેંગ્લૉરઃ દેશ પ્રત્યેના પ્રેમનો એક વીડિયો હાલ જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નાનુ બાળક દેશના જવાનને પુરા જોશ સાથે સલામી આપી રહ્યો છે. સોશ્યલ મીડિયા આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાળકને પણ માન સામે માન આપનારો જવાન પણ પ્રસંશાને પાત્ર બની રહ્યો છે.
ખરેખરમાં વાત એમ છે કે, વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ વીડિયો સંપૂર્ણપણે દેશભક્તિને ઉજાગર કરી રહ્યો છે. અભિષેક કુમાર ઝા નામના એક ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયોને પૉસ્ટ કરવામાં આવ્યો છે, વીડિયોમાં કેપ્શન લખેલુ છે તે પ્રમાણે, આ વીડિયો ગઇકાલે બેંગ્લૉર એરપોર્ટ પરથી કેપ્ચર કરવામાં આવ્યો છે, એક નાનુ બાળક પોતાના પિતાની સાથે એરપોર્ટ પર ફરી રહ્યું છે, આ દરમિયાન ત્યાંથી એક આર્મીની ગાડી નીકળે છે, આ ગાડીમાં આર્મી જવાન પણ સવાર છે, પરંતુ જ્યારે આર્મીની ગાડી નજીક આવે છે ત્યારે બાળક પોતાન પિતાનો હાથ છોડાવીને પુરા જોશ સાથે આર્મીના જવાનને સલામી આપે છે, સામે આર્મી જવાન પણ નાના બાળકને સલામ કરીને તેની દેશભક્તિને માન આપે છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને તેરી મિટ્ટી સોંગ સાથે મેચ કરીને મિક્સ કરવામાં આવેલુ છે અને સાથે અક્ષય કુમાર, પરીણિત ચોપડા અને મનોજ મુ્તાશિરને ટેગ કરવામાં આવ્યા છે.
Yesterday at #BLR airport...
— Abhishek Kumar Jha (@jhbhis) October 24, 2021
This proud moment was captured by one of my friend... #TeriMitti @ParineetiChopra @manojmuntashir @BPraak @akshaykumar pic.twitter.com/fjUuso5qSB