શોધખોળ કરો
Advertisement
દૂધ વેચવા માટે મહારાષ્ટ્રના ખેડૂતે ખરીદ્યું 30 કરોડનું હેલિકોપ્ટર, જાણો કોણ છે આ ખેડૂત
ભિવંડી વિસ્તારમાં અનેક મોટી કંપનીઓના ગોડાઉન છે, જેનાથી તેના માલિકોને સારું એવું ભાડું મળે છે.
કદાચ આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે દૂધ વેચવા માટે કોઈ હેલિકોપ્ટર ખરીદી શકે છે, પરંતુ આ સત્ય છે. મહારાષઅટ્રના ભિવંડી શહેરમાં રેહતા ખેડૂત અને વેપારી જનાર્દન ભોઈરે વેપારના ઉદ્દેશથી દેશમાં આવવા જવા માટે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. ભોઈર ખેડૂત હોવાની સાથે સાથે બિલ્ડર પણ છે અને હાલમાં જ તેમણે ડેરીનો વેપાર પણ શરૂ કર્યો છે, એવામાં તેમને કામના મામલે દેશના અલગ અલગ ભાગમાં જવું પડતું હોય છે.
30 કરોડમાં ખરીદ્યું હેલિકોપ્ટર
પોતાના પ્રવાસને સુગમ બનાવવા અને સમય બચાવવા માટે તેમણે 30 કરોડ રૂપિયામાં હેલિકોપ્ટર ખરીદ્યું છે. જનાર્દનનું કહેવું છે કે તેમણએ ડેરી વેપારને લઈને ઘણી વખત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત જવાનું થતું હોય છે. માટે તેમણે હેલિકોપ્ટર ખરીદ્યું છે. જાનાર્દને કહ્યું કે, તેમણે પોતાનો ડેરી વેપાર અને ખેતીને જોવા માટે મોટેભાગે તેમને તેની જરૂરત અનુભવાતી હતી.
2.5 એકર જમીન પર બનાવ્યું હેલિપેડ
જનાર્દન ભોઈરે હેલિકોપ્ટરના રખરખાવ માટે સુરક્ષા દીવાલની સાથે 2.5 એકર જમીન પર એક હેલિપેડ બનાવ્યું છે. સાથે જ હેલિકોપ્ટર માટે ગેરેજ, એક પાયલટ રૂમ અને એક ટેક્નીશિયન રૂમ પણ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, 15 માર્ચના રોજ તેણે હેલિકોપ્ટરની ડિલીવરી થવાની છે. તેની પાસે 2.5 એકરની જગ્યા છે, જ્યાં હેલિકોપ્ટર માટે હેલિપેડ અને અન્ય વસ્તુ બનાવશે.
ગોડાઉનથી થાય છે કમાણી
ભિવંડી વિસ્તારમાં અનેક મોટી કંપનીઓના ગોડાઉન છે, જેનાથી તેના માલિકોને સારું એવું ભાડું મળે છે. અહીંનો ગ્રામીણ વિસ્તાર આર્થિક રીતે એટલો સમૃદ્ધ છે કે આ વિસ્તારમાં મોટી અને મોંઘી કાર જેમ કે મર્સિડીઝ, ફોરચ્યૂનર, બીએમડબલ્યૂ, રેન્ચ રોવર વગેરે મોટી સંખ્યામાં જોવા મળે છે. જનાર્દન ભોઈરની પાસે પણ અનેક મોટા ગોડાઉન છે, જેનાથી તે સારી કમાણી કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement