શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યુપીના CM યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો શખ્સ મુંબઇથી પકડાયો
એટીએસ આરોપી કામરાનને કાલે મુંબઇની કોર્ટમાં રજૂ કરશે અને બાદમાં આગળની કાર્યવાહી તથા તપાસ માટે યુપી એટીએસના હવાલે કરશે
મુંબઇઃ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો શખ્સને મુંબઇથી ઝડપી પાડવામાં આવ્યો છે. મુંબઇમાં રહેનારો કામરાન અમીન ખાન નામના 25 વર્ષીય યુવકને મહારાષ્ટ્ર એટીએસે મુંબઇના ચુનાભટ્ટી વિસ્તારમાંથી શનિવારે બપોરે અરેસ્ટ કરવામાં આવ્યો છે.
ધરપકડ બાદ આરોપીએ એટીએસને જણાવ્યુ કે સોશ્યલ મીડિયા પર યોગી આદિત્યનાથના વિરુદ્ધ બનાવવામાં આવેલા ભડકાઉ વીડિયો, પૉસ્ટ જોઇને તેના મનમાં યોગી આદિત્યનાથ માટે ગુસ્સો હતો, અને તેના આ ગુસ્સાના કારણે તેને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપી દીધી. કહેવાઇ રહ્યું છે કે ધરપકડ કરાયેલો શખ્સ મુંબઇમાં સિક્યૂરિટી ગાર્ડની નોકરી કરે છે.
મહારાષ્ટ્ર એટીએસના વરિષ્ઠ અધિકારીઓ અનુસાર, 22 મેએ લખનઉ સ્થિત પોલીસ હેડઓફિસમાં ઉત્તર પ્રદેશ પોલીસના સોશ્યલ મીડિયા હેલ્પ ડેસ્ક પર કામરાને કૉલ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યુ કે ગુપ્ત સુત્રોએ ધમકી આપનારા શખ્સની જાણકારી મળી ત્યારબાદ તેની ધરપકડ કરાઇ હતી.
એટીએસ આરોપી કામરાનને કાલે મુંબઇની કોર્ટમાં રજૂ કરશે અને બાદમાં આગળની કાર્યવાહી તથા તપાસ માટે યુપી એટીએસના હવાલે કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion