શોધખોળ કરો
Advertisement
18 વર્ષની યુવતી પિતરાઈ ભાઈ સાથે માણી રહી હતી શરીર સુખ ને પિતા જોઈ ગયા, પુત્રીનું માથું વાઢીને પહોંચ્યો પોલીસ સ્ટેશન.......
દીકરીનું કપાયેલું માથું લઈને તે પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને જોયો અને તેની ધરપકડ કરી.
હરદોઈઃ યૂપીના હરદોઈ જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. એટલું જ નહીં દીકરીની હત્યા કર્યા બાદ પિતા તેનું માથું કાપીને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. ત્યારે જ પોલીસે તેની ધરકડ કરી લીધી હતી.
આ ઘટના મંઝિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે. કહેવાય છે કે પિતા પોતાની 17 વર્ષીય દીકરીના પ્રેમ સંબંધથી નારાજ હતા. આરોપી પિતાનું નામ સર્વેશ છે. સર્વેશે ધારદાર હથિયારથી દીકરીનું માથું કાપી તેની હત્યા કરી હતી. દીકરીનું કપાયેલું માથું લઈને તે પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને જોયો અને તેની ધરપકડ કરી.
જાણકારી મળતા જ એસપી અનુરાગ વત્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્રવાઈ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, રસ્તામાં કેટલાક પોલીસકર્મીએ તેને જોયો અને ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં પોલીસને તેણે બધી વાત જણાવી. તેણે પોતાનો ગુનો કબુલી લીધો છે.
પાંડેયપુરવા વિસ્તારમાં રહેતી 18 વર્ષની નીલમને તેના પિતરાઈ ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. મંગળવારે બપોરે પિતા સર્વેશ તેની દીકરીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો. ત્યારે નીલમ ત્યાંથી ભાગી ગઈ હતી. દીકરીના હરકથી ગુસ્સામાં આવેલ પિતાએ સાંજે દીકરી પર કુહાડીના ઘા ઝીંકી તેનું ધડ માથાથી અલગ કરી દીધું અને માથું લઈને તે પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં જ તેને પોલીસે પકડી લીધો હતો.
પોલીસ સ્ટેશને પિતાએ કહ્યું કે, દીકરીનું માથું કાપીને લાવ્યો છું. ધડ રૂમમાં પડ્યું છે. બે દિવસથી કંઈ ખાધું પીધું નથી હવે મને શાંતિ થઈ છે. સ્થળ પર હાજર લોકોના મતે આરોપીએ બહુ શાંતિથી માથાને જમીન પર મુક્યું. ચોટલી પકડી હોવાથી વાળ ચહેરા પર આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement