શોધખોળ કરો
Advertisement
આતંકી સંગઠને લીધી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી, મુંબઇની બહાર ભાગ્યા આરોપી
તપાસ સાથે જોડાયેલા સુત્રો અનુસાર આ આતંકી સંગઠન ફેમસ થવા માટે આવુ કરી રહ્યું છે. દિલ્હીમાં એમ્બેસીની બહાર બ્લાસ્ટ મામલામાં પણ ક્લેમ કર્યુ હતો પરંતુ અત્યાર સુધીની તપાસમાં નથી કોઇ લિંક મળી, ના અંબાણી મામલાની તપાસમાં કોઇ લિંક મળી
મુંબઇઃ અંબાણીના ઘરની બહાર જિલેટિન સ્ટીક રાખવાના મામલાની જવાબદારી એક આંતકી સંગઠને લીધી છે. તે સંગઠને સોશ્યલ મીડિયા પર આ જવાબદારી લીધી છે. જોકે ગૃહ મંત્રાલયના સુત્રોનુ કહેવુ છે કે બની શકે કે કોઇ સંગઠન ચર્ચામાં આવવા માટે આવુ કરી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં આવી કોઇ લિંક નથી મળી.
તપાસ સાથે જોડાયેલા સુત્રો અનુસાર આ આતંકી સંગઠન ફેમસ થવા માટે આવુ કરી રહ્યું છે. દિલ્હીમાં એમ્બેસીની બહાર બ્લાસ્ટ મામલામાં પણ ક્લેમ કર્યુ હતો પરંતુ અત્યાર સુધીની તપાસમાં નથી કોઇ લિંક મળી, ના અંબાણી મામલાની તપાસમાં કોઇ લિંક મળી.
મુંબઇની બહાર ભાગી ગયા આરોપી?
તે કોણ લોકો હતા, જેમને મુકેશ અંબાણીના ઘરની નજીક જિલેટિન સ્ટીક ભરેલી ગાડી પાર્ક કરી હતી, પોલીસ હજુ સુધી આ સવાલના જવાબ જ હાંસલ કરી નથી કરી શકી, પરંતુ પોલીસને કેટલાય બીજા સુરાગ જરૂર મળ્યા છે, જેનાથી તપાસ આગળ વધી રહી છે. પોસીસના કાવતરામાં વપરાયેલી ઇનોવા ગાડીની ફૂટેજ મળી છે જેનાથી ખબર પડે છે કે ટૉલ નાકા દ્વારા આરોપી મુંબઇથી બહાર ભાગી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement