માતાની ક્રૂરતાનો વીડિયો, 9 મહિનાના બાળકને ઉઠાવી-ઉઠાવીને પટક્યુ, મોંઢા ને પેટ પર થપ્પડો મારી, પોલીસે કરી ધરપકડા
અધિકારીઓએ કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ લોકોએ મહિલાની ક્રૂરતા માટે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જમ્મુઃ સોશ્યલ મીડિયા પર એક નવ મહિનાના બાળકની ધુલાઇ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બાળકીને ખોળામાં લઇને બેસેલી તેની માં એક પછી એક કેટલીય થપ્પડો મારી દે છે. આ દરમિયાન તે તેનુ ગળુ પણ દબાવે છે. એટલુ જ નહીં બાળકીના પેટ પર પણ મારે છે. વીડિયો વિશે કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરનો છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે.
અધિકારીઓએ કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ લોકોએ મહિલાની ક્રૂરતા માટે તેની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, મહિલા પોતાના 9 મહિનાના બાળકને ક્રૂરતાથી માર મારતી દેખાઇ રહી છે. 45 મિનિટના આ વીડિયોમાં બાળક રડતું જોવા મળે છે. મહિલા તેને ચુપ કરાવે છે, પરંતુ તે ચુપ નથી થતો. જેને કારણે મહિલા તેને ક્રુરતાપૂર્વક માર મારે છે. તેને ઉઠાવી ઉઠાવીને પટકી રહી હતી, બાળક રડી છે. માનવતાને હચમચાવી નાંખનારો આ વીડિયો એકદમ ક્રૂરતાથી ભરેલો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સાંબા જિલ્લાની આ મહિલાને પકડી લીધી છે.
આ પણ વાંચો......
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ
ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો
PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે
રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો
આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ