શોધખોળ કરો

કેજરીવાલ ફરી મુશ્કેલીમાં, AAP નેતા પર લાગ્યો સગીરા પર રેપના પ્રયાસનો આરોપ

નવી દિલ્લી: આમ આદમી પાર્ટી અને કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લઈ રહી નથી. AAP નેતા સંદીપ કુમારની સેક્સ સીડી સામલામાં ફસાયા પછી પાર્ટીના એક વધુ નેતા પર દલિત યુવતી સાથે રેપ કરવાની કોશિશનો આરોપ લાગ્યો છે. આપ પંજાબના લહરાગાગા યૂનિટના અધ્યક્ષ હરદીપ સિંહ પર દલિત યુવતી (15 વર્ષ) સાથે રેપની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આપ નેતા વિરુદ્ધ કેસ પણ નોંધી લીધો છે. પોલીસના મતે પીડિતા આપ નેતાના સ્ટૂડિયામાં ફોટો ખેંચાવવા માટે ગઈ હતી. એ વખતે રેપની કોશિશ કરવામાં આવી હતી. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, ડીએસપી આકાશદીપ સિંહ ઔલખે જણાવ્યું કે યુવતી પોતાની નાની બહેન સાથે સ્ટુડિયો ગઈ હતી. નાની બહેન સ્ટૂડિયોના ડાર્ક રૂમની બહાર હતી. તે વખતે તેને ડાર્ક રૂમમાંથી બહેનને બૂમો પાડતી સાંભળી હતી. જેના પછી યુવતીએ આ વાતની જાણકારી ગામવાળાઓને આપી હતી. ગામના લોકોએ દરવાજો ખોલવાની કોશિશ કરી પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાના કારણે તે ડાર્ક રૂમમાં જઈ શકી નહોતી. પોલીસના મતે તે દરમિયાન હરદીપ સિંહ દરવાજો ખોલી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે આરોપી હરદીપ સિંહ વિરુદ્ધ 8 સપ્ટેબરે એફઆઈઆર નોંધી લીધી હતી. આ સંદર્ભે સંગરૂરના જોન કૉર્ડિનેટર જસબીર સિંહ સેખોએ કહ્યું કે પોલીસ રાજનૈતિક દબાણમાં આવીને કામ ન કરે પરંતુ સચ્ચાઈ સુધી પહોંચે. તેમને કહ્યું કે જો હરદીપ સિંહ દોષી સાબિત થશે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજિંદર કૌર ભટ્ટલે કહ્યું કે, કેજરીવાલ જવાબ આપે કે તે કંઈ રીતની પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. પંજાબમાં 2017માં વિધાનસભા ચૂંટણી થનાર છે, આ રીતની ઘટના સામે આવવાથી આપ અને કેજરીવાલ વિરુદ્ધ મુશ્કેલીઓ ખડી કરી શકે છે. હાલના દિવસોમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે દિલ્લી સરકારમાં મંત્રી રહેલા સંદીપ કુમારની સેક્સ સીડી સામે આવ્યા પછી તેમને પાર્ટી અને પદથી હાંકી કાઢવામાં આવ્યો હતો. સંદીપ કુમારને લઈને આમ આદમી પાર્ટી સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જો કે આપ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા સંદીપ કુમારને દિલ્લીની એક અદાલતે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. એક મહિલાની ફરિયાદ પછી સંદીપ કુમારને બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget