લગ્નમાં જઈ રહેલી કારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત
એક ગમખ્વાર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બાડમેરમાં SUVમાં લગ્ન માટે જઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના અકસ્માતમાં મોત થયા છે. એસયુવીમાં 9 લોકો સવાર હતા. SUV-ટ્રક વચ્ચે ટક્કર થઈ હોવાનું કહેવાય છે.
રાજસ્થાનથી એક ગમખ્વાર માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં બાડમેરમાં એક SUVમાં લગ્ન માટે જઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના અકસ્માતમાં મોત થયા છે. એસયુવીમાં 9 લોકો સવાર હતા. SUV અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ સામસામે થયેલા અકસ્માતમાં ટ્રક બોલેરો પર ચઢી જતા કારનો બુકડો બોલી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મેગા હાઈવે પર ડિવાઈડરના અભાવે આ બન્ને વાહનો સામસામે આવી રહ્યા હતા.
જે લોકો લગ્નમાં ડિજેના તાલ પર નાચવા જઈ રહ્યા હતા તેમના પરિવારના ઘરોમાં હવે ચીસો સંભળાઈ રહી છે. પશ્ચિમ રાજસ્થાનના બાડમેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ તમામ લોકો લગ્નના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં તેમની કારને મોટો અકસ્માત નડ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે બાડમેર જિલ્લામાં સોમવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો.
ડામાલાણી પોલીસ સ્ટેશન પાસે થયો અકસ્માત
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ગુડામાલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ તમામ લોકો કાંધીના ધાણી ગુડામાલાણી જઈ રહ્યા હતા. આ દરમિયાન રામજીના ગોલથી ગુડાામલાણી હાઈવે પર બાટા ફાંટેની પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરો કાર સંપુર્ણપણે નાશ પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સેડિયા (જાલોર)ના રહેવાસી એક પરિવારના નવ સભ્યો કારમાં હતા.
સુરતઃ 27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર
સુરતઃ સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું.
લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.