શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના અહમદ પટેલ સહિત 3 નેતાએ 3000 કરોડના કૌભાંડમાં કટકી ખાધી હોવાની આરોપીએ કરી કબૂલાત, જાણો બીજું શું શું કહ્યું ?
સક્સેના હાલમાં જામીન પર છે. જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યર્પણ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપરના 3000 કરોડના કૌભાંડમાં આરોપી રાજીવ સક્સેનાએ કોંગ્રેસ સાથે જોડાયેલ મોના નામનો ઉલ્લેખ પોતાના નિવેદનમાં કર્યો છે. તેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા રતુલ પુરી જ નહીં પરંતુ તેના દીકરા બકુલ નાથનું પણ નામ છે. તેની સાથે જ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ અને એહમદ પટેલના નામ પણ ઉલ્લેખ કર્યો છે. રાજીવ સક્સેના સીએ છે અને આ મામલે મુખ્ય આરોપી છે.
સક્સેના હાલમાં જામીન પર છે. જાન્યુઆરી 2019માં દુબઈથી પ્રત્યર્પણ કરી તેને ભારત લાવવામાં આવ્યો હતો. ઈડીએ તેની 385 કરોડની સંપત્તિ અટેચ કરી હતી અને બાદમાં તેની પૂછપરછ કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસે સક્સેનાના નિવેદનના 1000 પાનાની તપાસ કરી અને સાથે જ બેન્કિંગ સ્ટેટ્સમેન, ઓફશોર કંપનીઓનો રેકોર્ડ અને મુખ્ય લોકો સાથે કરવામાં આવેલ ઇમેલની જાણકારી પણ મેળવી. તેમાં કથિત હવાલા ટ્રાન્ઝેક્શન અને ઓફશોર સ્ટ્રક્ચરનું આખું માળખું મળી આવ્યું જેનો સક્સેનાએ પણ સ્વીકાર કર્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ ઈડીને જણાવ્યું કે, ‘એ સમયે નિર્ણયને પ્રભાવિત કરનારા નેતાઓ અને નોકરશાહોના ફાયદા માટે આ બધું કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાક પંડનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટ્રક્ચર્ડ ટ્રાન્ઝેક્શનમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક સ્ટ્રક્ચર મે જ બનાવ્યા હતા. એ રસ્તે ભારતમાં રોકાણ કરવામાં આવ્યું હતું.”સક્સેનાની કરવામાં આવેલ પૂછપરછમાં આરોપી ડિફેન્સ ડીલર સુશેન મોહન ગુપ્તા, કમલનાથના દીકરા રતુલ પુરી પર ફોકસ હતું. ગુપ્તા અને પુરી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જામીન પર છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે ‘ગુપ્તા અને ખેતાને જે લોકોના નામ લીધા હતા તે ખુદ જ વિશેષ છે. તેણે સત્તામાં પોતાની પહોંચ બતાવવા માટે તાત્કાલીક રાજનીતિકના મોટા લોકોના નામ લીધા. તેમણે ઘણી વખત સલમાન ખુર્શીદ અને કમલ ચાચાનો ઉલ્લેખ કર્યો જે મારા પ્રમાણે કમલનાથ માટે હતો.‘સક્સેનાએ કહ્યું કે, મને ખબર છે કે ઇન્ટર્સટેલર ટેક્નોલોજીસ મુખ્ય કંપની હતી જેની પાસે અગસ્તા વેસ્ટલેન્ડ તરફથી ગેરકાયદેસર ફંડ આવ્યું. તેના માલિક સુશેન મોહન ગુપ્તા હતા જે ગૌતમ ખેતાનના માધ્યમથી તેને ચલાવતા હતા. સુશેન અને ખેતાન સાથે મુલાકાત દરમિયાન તે મોટેભાગે ભારતના રાજેનાતોના નામ લેતા હતા. તેઓ એપીનો ઉલ્લેખ કરતા હતા જેનો સંબંધ એહમદ પટેલ સાથે હતો.” સક્સેનાએ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું, ‘અમે પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસેથી પણ ફન્ડિંગ લેતા હતા. તેનું મેનેજમેન્ટ બકુલ નાથ માટે જોન ડોશેર્ટી કરે છે. તમાટે ઇંટર્સટેલર અને ગ્લોબલ સર્વિસીસનો ઉપયોગ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટથી લોન આપવા માટે કરવામાં આવતો હતો.”
આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે કમલનાથ અને સલમાન ખુર્શીદનો સંપર્ક કર્યો તો તેમણે બન્નેએ આ મામલા સાથે તેમને કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion