Aero India-2023: સોમવારથી બેંગ્લુરુમાં શાનદાર ‘એર ઇન્ડિયા શૉ’, નેક્સ્ટ જેન 'સુપરસૉનિક ફાઇટર જેટ' અને ‘તેજસ’ પણ થશે પ્રદર્શિત
આ વખતે એરો ઇન્ડિયામાં 15 સ્વદેશી હેલિકૉપ્ટરોની સાથે અનોખી આત્મનિર્ભર ફૉર્મેશનમાં ઉડાન ભરશે.
નવી દિલ્હીઃ દેશમાં આગામી 13 ફેબ્રુઆરીથી એટલે કે કાલે સોમવારથી એક મોટો એર-શૉ યોજવવા જઇ રહ્યો છે. સમાચાર છે કે, એશિયાની સૌથી મોટી હથિયારી પ્રદર્શની એરો ઇન્ડિયા 2023 (Aero India 2023)નું સોમવારથી શરૂ થવા જઇ રહી છે. આનુ આયોજન બેંગ્લુરુના યેહ્યંકા વાયુ સેના સ્ટેશન પર થશે. આ અત્યાર સુધીનો સૌથી મોટો એર શૉ હશે.
આ વખતે એરો ઇન્ડિયામાં 15 સ્વદેશી હેલિકૉપ્ટરોની સાથે અનોખી આત્મનિર્ભર ફૉર્મેશનમાં ઉડાન ભરશે. આ એલએસી ટ્વીન સીટર વેરિએન્ટ, હૉક-આઇ અને એચટીટી-40 ઉપરાંત નેકસ્ટ જેન સુપરસૉનિક ફાઇટર ટ્રેનરના મૉડલ પ્રદર્શનત કરવામાં આવશે.
આની સાથે જ એચએએલએ આગામી વર્ષ ફેબ્રુઆરીમાં લાઇટ કૉમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 3નું પહેલુ વિમાન ભારતીય વાયુસેનાને આપવાની આશા દર્શાવી છે. જેની ઔપચારિક જાહેરાત પણ આ એરો ઇન્ડિયા દરમિયાન કરવામાં આવશે.
The Countdown is on!
— Aero India (@AeroIndiashow) February 9, 2023
For the biggest-ever #AeroIndiaShow with participation of 𝟖𝟎𝟔 𝐫𝐞𝐠𝐢𝐬𝐭𝐞𝐫𝐞𝐝 𝐞𝐱𝐡𝐢𝐛𝐢𝐭𝐨𝐫𝐬,more than 80 countries and 70 CEOs of global & Indian OEMs.
Get ready to witness the Air Show Yelahanka station,#Bengaluru Karnataka🗓️13th-17th Feb 2023 pic.twitter.com/l8HxChmYmZ
જાણકારી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવારે શૉનુ ઉદઘાટન કરશે, શૉ દરમિયાન કેટલાય લડાકૂ વિમાન અને હેલીકૉપ્ટર પ્રદર્શન કરશે.
એરો ઇન્ડિયા શૉમાં એક ભારતીય મંડપ હશે, જે આ વિસ્તારમાં ભારતના વિકાસને પ્રદર્શિત કરશે, ભારતનું હલકુ લડાકૂ વિમાન તેજસ ભારતીય મંડપમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે.
શૉ દરમિયાન હવાઇ કરતબો ઉપરાંત બેઠકો અને સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. આ પહેલા એરો ઇન્ડિયા શૉની 13મી એડિશન 2021માં આયોજિત કરવામાં આવી હતી. જે કોરોના મહામારીના કારણે માત્ર 3 દિવસ માટે જ યોજાઇ હતી.
#Bengaluru is all set to host the biggest ever Air Show.
— iDEX DIO (@India_iDEX) February 11, 2023
A combination of major aerospace & defence trade exposition, thrilling showcase of defence innovations & mesmerising aerobatics at #AeroIndia2023.#iDEXPavilion #IndiaPavilion #Manthan. pic.twitter.com/rwVfzKWBxo
#DRDOUpdates | #DRDO is participating in the 14th edition of #AeroIndia2023 from 13-17 Feb at Yelahanka Air Force Station, Bengaluru. Visit us at Hall 'D' to witness the full gamut of DRDO developed defence & aerospace systems & technologies.@DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/unDvz6W3Em
— DRDO (@DRDO_India) February 9, 2023
The Curtain Raiser of #AeroIndia2023 before Media to be held today at 5:00 PM at Taj West End #Bengaluru to be chaired by Hon'ble Raksha Mantri Shri Rajnath Singh & Hon'ble Chief Minister of Karnataka Shri Basavaraj A Bommai, along with senior officials MoD & State Govt pic.twitter.com/MDWhLkoUe3
— Aero India (@AeroIndiashow) February 12, 2023