ઉત્તરાખંડમાં પૂર બાદ વિદ્યાર્થીનીઓમાં જોવા મળી આ સમસ્યા, સ્કૂલમાં પગ મૂકતા જ કરવા લાગે આવી હરકતો, જુઓ VIDEO
ગુરુવારે ઉત્તરકાશીના ધૌંત્રી વિસ્તારમાં સ્થિત કામદ ખાતે આવેલી સરકારી ઇન્ટર કોલેજની નવી બિલ્ડીંગમાં પ્રવેશતાની સાથે જ લગભગ એક ડઝન છોકરીઓએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું.
Watch Video: ઉત્તરાખંડમાં પૂરે તાજેતરમાં હાહાકાર મચાવ્યો હતો. પૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા. પૂરની અસર હવે જોવા મળી રહી છે. ઉત્તરાખંડની એક શાળામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અચાનક ચીસો પાડવાથી બેહોશ થઈ ગઈ. આવું માત્ર એક વિદ્યાર્થીની સાથે નથી થઈ રહ્યું પરંતુ ઘણી વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. બૂમો પાડવાની સાથે વિદ્યાર્થીનીઓ પણ વિચિત્ર વર્તન કરી રહી છે. આ કોઈ ભૂતની જાળ નથી, પરંતુ આ વિદ્યાર્થીનીઓ એક બીમારીથી પીડિત છે.
ગુરુવારે ઉત્તરકાશીના ધૌંત્રી વિસ્તારમાં સ્થિત કામદ ખાતે આવેલી સરકારી ઇન્ટર કોલેજની નવી બિલ્ડીંગમાં પ્રવેશતાની સાથે જ લગભગ એક ડઝન છોકરીઓએ ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. આ વિદ્યાર્થીનીઓ વિચિત્ર વર્તન કરી રહી છે, ક્યારેક બેભાન થઈ જાય છે તો ક્યારેક સતત રડી રહી છે. લગભગ એક અઠવાડિયાથી શાળામાં આવી ઘટનાઓ બની રહી છે.
ઉત્તરકાશીના સીએમઓ, ડૉ આરસીએસ પંવારે TOIને જણાવ્યું કે આ કેસ 'માનસિક સમસ્યા' હોય તેમ લાગી રહ્યું છે.અમારી ટીમોએ કારણ સમજવા માટે છોકરીઓ સાથે વાત કરી. કેટલીક છોકરીઓએ કહ્યું કે તેઓને નવા બિલ્ડિંગને લઈને ખરાબ સપના આવી રહ્યા છે અને તેઓ તેમાં પ્રવેશતા ડરે છે. અમે મનોવૈજ્ઞાનિકને નિયુક્ત કર્યા છે.
આ પહેલા ઉત્તરાખંડના બાગેશ્વરના વિદ્યાર્થીઓનો પણ ચીસો પાડવાનો અને દિવાલ સાથે માથું અથડાવાનો ડરામણો વીડિયો વાયરલ થયો હતો. એક્સપર્ટ તેમને માસ હિસ્ટીરિયા ગણાવ્યો છે. જ્યારે વિદ્યાર્થીનીના માતા-પિતા તેનો દોષ દૈવી શક્તિઓ પર ઢોળી રહ્યા છે.
Alleged 'Mass Hysteria' case reported from a govt school in Uttarkashi #Uttarakhand Locals say girls under possession of 'divine power'. Earlier such videos appeared from #Bageshwar and #Champawat dists. Experts feel act related to physiological issue
— Anupam Trivedi (@AnupamTrivedi26) July 28, 2023
"Girls identity protected" pic.twitter.com/syiafgvP9C
આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી
સરકારી પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધૌંત્રીના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. રાહુલ બિષ્ટના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમ ગુરુવારે સાંજે કામદ થંડી વિસ્તારમાં પહોંચી હતી. અહીં ટીમે ઘરે-ઘરે જઈને વિદ્યાર્થિનીઓનું સ્વાસ્થ્ય તપાસ્યું હતું. વાલીઓએ ડોકટરોને જણાવ્યું હતું કે સ્કૂલના નવા બિલ્ડીંગમાં એક અઠવાડિયા પહેલા જ વર્ગો શરૂ થયા હતા. ત્યારથી કેટલીક વિદ્યાર્થીનીઓનું વર્તન અસામાન્ય લાગે છે. તે જમીન પર પડી રડતી, ચીસો પાડી રહી છે અને કેટલીક બેહોશ પણ થઈ ગઈ છે.
ડોક્ટરે શું કહ્યું
ડો.રાહુલ બિષ્ટના જણાવ્યા અનુસાર આ માસ હિસ્ટીરીયાની સમસ્યા છે. સામૂહિક ઉન્માદ એ એક પ્રકારનું કન્વર્ઝન ડિસઓર્ડર અથવા માનસિક સ્થિતિ છે. આમાં ભાવનાત્મક અથવા માનસિક તાણ દ્વારા ઉદભવતા શારીરિક લક્ષણોનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થિની પાસેથી આ શરૂ થઈ રહ્યું છે, તેમને સારવાર અને કાઉન્સેલિંગની જરૂર છે.