ગુજરાત, મધ્યપ્રદેશ પછી વધુ એક મોટા રાજ્યએ નાંખ્યો Night Curfew, જાણો વિગત
પંજાબમાં કોરોનાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,01,036 પર પોહંચી છે. જ્યારે 1,82,283 લોકો કોરોનાને મહ્તા આપી ચુક્યા છે. હાલ પંજાબમાં એક્ટિવ કેસની સંખ્યા 12,616 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 6137 થયો છે.
લુધિયાણાઃ દેશમાં કોરોના વાયરસ ફરથી વકર્યો છે. કોરના કહેરથી બચવા મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશે અમુક શહેરોમાં નાઇટ કર્ફ્યૂ નાંખ્યો છે. આ દરમિયાન પંજાબે પણ નાઈટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે.
પંજાબના રૂપનગર જિલ્લામાં રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1475 કેસ નોંધાયા છે. જ્યારે 38 લોકોના મોત થયા છે. આ સાથે પંજાબમાં કોરોનાથી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,01,036 પર પોહંચી છે. જ્યારે 1,82,283 લોકો કોરોનાને મહ્તા આપી ચુક્યા છે. હાલ પંજાબમાં એક્ટિવ કેસની સંખ્યા 12,616 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 6137 થયો છે.
ગુજરાતમાં બુધવારથી નાઈટ કર્ફ્યૂ
ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.
રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ થઈ ગયું છે. એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સમાચાર આવ્યા છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં જાય. પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે. એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક સૂચના આપવામાં આવી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે.
મધ્યપ્રદેશના આ શહેરોમાં પણ નાઈટ કર્ફ્યૂ
ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે પણ કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નહીં રહે પરંતુ બજારો બંધ રખાશે.
મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ
મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ બગડી રહી છે. પરિણામે મધ્યપ્રદેશથી આવતાં લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જબલપુર જિલ્લાના કલેકટર કર્મવીર શર્માએ કોવિડ-19 રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે. શર્માએ સ્વયં આ વાતની જાણકારી આપી છે. તેમણે ફેસબુક એકાઉન્ટ પરથી લખ્યું, તમામ સાવધાની રાખવા છતાં મામૂલી ચૂકના કારણે કોરોના સંક્રમિત થયો અને આ મારો વ્યક્તિગત અનુભવ છે.