શોધખોળ કરો
શાકભાજી બાદ હવે ખાંડ પણ થશે મોંઘી, આ કારણે વધશે ભાવ, જાણો વિગત
શુગર ઈન્ડસ્ટ્રીના કહેવા પ્રમાણે ખાંડની કિંમતમા વધારાથી ગ્રાહકો પર વધારે અસર નહીં પડે. કારણકે 65 ટકા ઉત્પાદનના ખરીદદાર બલ્ક કન્ઝ્યૂમર એટલે કે ફૂડ પ્રોડક્ટ અને સોફ્ટ ડ્રિંક બનાવનારી કંપનીઓ છે
નવી દિલ્હીઃ શાકભાજીના ભાવ વધ્યા બાદ હવે ખાંડ પણ મોંઘી થઈ શકે છે. સરકાર ખાંડ મિલર્સની કિંમત પ્રતિ કિલો 2 રૂપિયા વધારવાની મંજૂરી આપી શકે છે. ગત વર્ષે પણ સરકારે મિલર્સ તરફથી વેચવામાં આવી રહેલી ખાંડમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. આ વખતે ફરી બે રૂપિયા કિંમત વધારવથી ખાંડ મિલોને શેરડી ખેડૂતોના 22 હજાર કરોડ રૂપિયાની બાકી ચૂકવવામાં મદદ મળશે. ગત વર્ષે સરકારે ખાંડ મિલોને 31 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે ખાંડ વેચવાની મંજૂરી આપી હતી.
ભારત સરકારના સચિવોના સમૂહે કહ્યું કે, ખાંડ મિલો ત્રણ થી પાંચ રૂપિયા ભાવ વધારવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ બે રૂપિયાથી વધારે કિંમત વધારવાનો કોઈ અવકાશ નહોતો. શેરડી અને શુગર ઈન્ડસ્ટ્રી પર નીતિ આયોગની ટાસ્કફોર્સે એક વખત માત્ર બે રૂપિયા કિંમત વધારવાની ભલામણ કરી હતી. કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગે 2020-21 માટે શેરડીની FRP દસ રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારવાની ભલામણ કરી હતી.
શુગર ઈન્ડસ્ટ્રીના કહેવા પ્રમાણે ખાંડની કિંમતમા વધારાથી ગ્રાહકો પર વધારે અસર નહીં પડે. કારણકે 65 ટકા ઉત્પાદનના ખરીદદાર બલ્ક કન્ઝ્યૂમર એટલે કે ફૂડ પ્રોડક્ટ અને સોફ્ટ ડ્રિંક બનાવનારી કંપનીઓ છે. ભાવ વધવાથી ખઆંડ મિલોને તેમના કરંટ સ્ટોક માટે 20 હજાર કરોડ રૂપિયા મળશે. તેનાથી શેરડી ખેડૂતોને બાકી ચૂકવવામાં ઈન્ડસ્ટ્રીને મોટી મદદ મળશે.
સ્ટેટ એડવાઇઝ્ડ પ્રાઇસ અનુસાર ખાંડ મિલો પર શેરડી ખેડૂતોનું આશરે 22 હજાર 79 કરોડ રૂપિયાનું લેણું છે. જ્યારે કેન્દ્ર સરકારની ફેયર એન્ડ રેમ્યુનેરેટિવ પ્રાઇસ મુજબ બાકી 17 હજાર 683 કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement