શોધખોળ કરો

Ahmedabad plane crash: કારમી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, નથી સૂકાયા સ્વજનોના આંસુ, હિબકે ચઢ્યાં પરિજનો

Ahmedabad plane crashઅમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 260 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની યાદ આજે પણ અનેક પરિવારોના દિલમાં તાજી છે. એક વર્ષ બાદ પણ તપાસ પૂર્ણ થઈ નથી અને દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Ahmedabad plane crash:અમદાવાદની પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ એક વર્ષ પહેલાં અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા. ઘટનાના એક વર્ષ બાદ પણ તપાસનો અંતિમ રિપોર્ટ જાહેર થયો નથી. જેના કારણે અનેક સવાલો હજુ પણ અનુત્તર છે.આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો અનુસાર કોઈપણ મોટી વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ 12 મહિનાની અંદર રજૂ થવો જોઈએ. જોકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મામલે આ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તપાસ હજુ અધૂરી છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો આજે એકત્ર થયા છે. મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંજના સમયે દુર્ઘટના સ્થળે વિશેષ કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ રિપોર્ટને હજુ ત્રણ મહિના જેટલો વધુ સમય લાગી શકે છે. પરિણામે દુર્ઘટનાનું સાચું કારણ અને જવાબદાર પરિબળ અંગેની સ્પષ્ટતા હજુ સુધી થઈ શકી નથી.  તપાસ દરમિયાન એન્જિનની કામગીરી અને ટેક્નિકલ ખામીઓ અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવેલા એન્જિનોની તપાસને લઈને પારદર્શિતા જળવાઈ રહે તે જરૂરી છે. કારણ કે પોતાની જ કંપનીને જવાબદાર ઠેરવવાની સ્થિતિમાં નિષ્પક્ષતા અંગે ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ પાયલોટ્સ ફેડરેશને પણ તપાસને માત્ર ફ્યુઅલ સ્વીચના મુદ્દા સુધી મર્યાદિત ન રાખવાની માંગ કરી છે. ફેડરેશનનું કહેવું છે કે, દુર્ઘટનાના તમામ સંભવિત ટેક્નિકલ અને માનવીય પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

આ દરમિયાન દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો માટે આજે પણ ઘા તાજા છે. એક વર્ષ બાદ પણ તેઓ સત્ય બહાર આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી આશા રાખી રહ્યા છે. એક વર્ષ થયું પરંતુ નિર્દોષના જીવ લેનારના પરિજનના આજે પણ આંસુ સૂકાયા નથી. આજે આ સ્થળે પહોંચીને મૃતકોના  પરિવારજનો તેમના પ્રિયજનોને યાદ કરીને ચૌધાર આંસુએ રડી રડ્યાં હતા. 

અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું, પરંતુ અનેક પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે અને 260 લોકોના મોત પાછળ જવાબદાર પરિબળો અંગે સ્પષ્ટતા થઈ શકશે.

નોંધનિય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા વિજયભાઈ રૂપાણીના વ્યક્તિત્વ અને તેમના શાસનકાળના કાર્યોને યાદ કરી મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.  . આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમની સેવાઓને યાદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget