AI : મુંબઈવાસીઓને ચોમાસામાં ભરાતા પાણીમાંથી મળી શકે છે મુક્તિ, AIએ જગાડી આશા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ના કેટલાક ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવા વાહનોની કલ્પના કરવામાં આવી છે, જેને જોઈને તમે પણ કહેશો કે કાશ તે વાસ્તવિક હોત.
AI Viral Photos: મુંબઈને માયાનગરી કહેવામાં આવે છે. આ શહેર તેની આકર્ષક સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. તમામ સુવિધાઓ અને ખ્યાતિ હોવા છતાં આ શહેરમાં કેટલીક સમસ્યાઓ છે, જે લાંબા સમયથી જેમની તેમ જ છે. ખાસ કરીને ચોમાસુ. વરસાદ પછી મુંબઈમાં કેટલી તકલીફ પડે છે એ તો સૌકોઈ જાણે છે. દર વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન આ શહેરના લોકોને પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડે છે. આ દરમિયાન રોડ, સબવે બધે જ પાણી ભરાઈ જાય છે. જે સમસ્યાનું નિરાકરણ દેશની સૌથી ધરખમ કોર્પોરેશન ગણાતી બીએમસી નથી લાવી શકી તે કમાલ AI એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કરી બતાવી શકશે તેવી આશા બંધાણી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ના કેટલાક ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવા વાહનોની કલ્પના કરવામાં આવી છે, જેને જોઈને તમે પણ કહેશો કે કાશ તે વાસ્તવિક હોત.
AI ટેક્નોલોજી વડે બનાવેલા ફોટા
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એક તસવીર વિઝ્યુઅલાઈઝ કરવામાં આવી છે જેમાં ઘણા લોકો બેઠા છે. તે મુંબઈમાં ચાલતી નાની બસનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ રંગના વાહન પર બેસ્ટ લખેલું છે અને ચારે બાજુ કાચથી ઢંકાયેલું છે. જ્યારે બીજા ફોટામાં પાણી પર દોડતું આ પીળા રંગનું વાહન બિલકુલ ઓટો જેવું લાગે છે.
બીજી તરફ ત્રીજો ફોટો એક બાઇકનો છે જેમાં બલૂનની અંદર એક બાઇક છે અને આ બાઇક પાણી પર ચાલી રહી છે. જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એક મોટી બસની પણ કલ્પના કરવામાં આવી છે. જેમાં ઘણા લોકો બેસી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આવા તમામ વાહનોની કલ્પના કરવામાં આવી છે, જે પાણીમાં ખૂબ જ સરળતાથી આગળ વધી શકે છે.
View this post on Instagram
યુઝર્સને આ વાહનો ભારે પસંદ પડ્યા
એક વાહનની પણ કલ્પના કરવામાં આવી છે જેમાં બેસીને સારા હવામાનની મજા માણી શકાય. આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં દર વર્ષે વરસાદ પડતાની સાથે જ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પણ આ તસવીરો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ મનોજ ઓમરેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.