શોધખોળ કરો
Advertisement
AIIMSના 4 ડોક્ટર્સની ફોરેન્સિક ટીમ પહોંચી મુંબઈ, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની કરશે તપાસ
સુશાંતનું પોસ્ટમોર્ટમ અડધી રાત્રે મુંબઈની કૂપર હોસ્પિટલમાં થયું હતું. હવે જાણવા મળ્યું છે કે, કૂપર હોસ્પિટલે મુંબઈ પોલીસને એક સપ્લીમેન્ટ્રી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપ્યો હતો.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે સૌથી વધારે સવાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને ઉઠી રહ્યા છે. દિલ્હી એઈમ્સના ચાર ડોક્ટરોની ટીમ સુશાંતનો ઓટોપ્સીની તપાસ કરવા માટે મુંબઈ પહોંચી છે. એઈમ્સ ફોરેન્સિક વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાની આગેવાનીમાં ટીમ આગામી બે દિવસમાં રિપોર્ટ સોંપી શકે છે. આ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જાય છે કે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેટલો સાચો હતો.
એઇમ્સ ફોરેન્સિક વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ કપૂર હોસ્પિટલ દ્વારા ઓટોપ્સી રિપોર્ટમાં મોતનો સમયનો ઉલ્લેખ ન કરવા પર પણ સવાલ ઉઠાવ્યા, જ્યાં 15 જૂનના રોજ સુશાંતના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હવે એઇમ્સની ટીમ મુંબઈના ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે.
પોસ્ટમોર્ટમ પર ક્યા ક્યા સવાલ ઉઠ્યા
સુશાંતના પિતાના વકીલનો દાવો છે કે સુશાંતના ગળા પર મળેલ નિશાન હેન્ગિંગના ઓછો દેખાય છે પરંતુ ગળું દબાવીને મારવાનું વધારે દેખાય છે. વકીલે એ પણ કહ્યું છે કે, સુશાંતની એક આંખ બીજી આંખની તુલનામાં વધારે ખુલી હતી. આ બધી વાતોનો ઉલ્લેખ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નથી કરવામાં આવ્યો. એઇમ્સ ફોરેન્સિક ટીમ આ વાતોને લઈને પણ તપાસ કરી શકે છે.
કહેવાય છે કે, જો સુશાંતના પોસ્ટમોટ્રમ રિપોર્ટને જ સારી રીતે સમજી લેવામાં આવે તો તેનાથી અનેક સવાલોના જવાબ મળી શસે છે. અસલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો જે થવો જોઈતો હતો.
સુશાંતનું પોસ્ટમોર્ટમ અડધી રાત્રે મુંબઈની કૂપર હોસ્પિટલમાં થયું હતું. હવે જાણવા મળ્યું છે કે, કૂપર હોસ્પિટલે મુંબઈ પોલીસને એક સપ્લીમેન્ટ્રી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપ્યો હતો, જેમાં સુશાંતના મોતનો સંભવિત સમય જણાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સુશાંતનું મોત પોસ્ટમોર્ટમથી 12-15 કલાક પહેલા થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion