શોધખોળ કરો

Air India Flight: મુંબઈ-ન્યૂયોર્ક ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા હડકંપ, અધવચ્ચેથી પરત આવ્યું વિમાન

એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને બોમ્બથ ઉડાવી દેવાની ધમકી મળવાના કારણે પાયલટે પોતાનો રસ્તો  બદલવો પડ્યો હતો.

Air India Flight: એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ન્યુયોર્ક જવાની હતી, પરંતુ અધવચ્ચે જ તેને ફરીથી મુંબઈ પરત ફરવું પડ્યું. વિમાનને બોમ્બથ ઉડાવી દેવાની ધમકી મળવાના કારણે પાયલટે પોતાનો રસ્તો  બદલવો પડ્યો હતો. જ્યારે એર ઈન્ડિયાનું બોઈંગ 350 એરક્રાફ્ટ અઝરબૈજાનની ઉપરથી ઉડી રહ્યું હતું ત્યારે એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સને આ ધમકી મળી હતી. પ્લેન મુંબઈ પરત ફર્યા બાદ બોમ્બ શોધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. જો સૂત્રોનું માનીએ તો, આ માત્ર એક ખોટી ધમકી હતી.

આ વિમાનમાં કુલ 303 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર હાજર હતા. પ્લેન મુંબઈથી રાત્રે 2 વાગ્યે  ઉડાન ભરી હતી  અને સવારે 10.25 વાગ્યે પરત ફર્યું. AI-119ને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ સુધીની મુસાફરી પૂરી કરવામાં લગભગ 15 કલાક લાગે છે. એર ઈન્ડિયાનું કહેવું છે કે હવે પ્લેન આવતીકાલે સવારે 5 વાગે ટેકઓફ કરશે. એર ઈન્ડિયાએ એમ પણ કહ્યું કે મુસાફરોને આરામ કરવા માટે જગ્યા, ભોજન અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે પ્લેનના ટોયલેટમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્લેનમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે આ સંબંધમાં તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે.

એરલાઈન્સે કહ્યું કે હવે ફ્લાઈટને 11 માર્ચે સવારે 5 વાગ્યા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે. ત્યાં સુધી તમામ મુસાફરોને ભોજન અને રહેવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં 19 ક્રૂ મેમ્બર સહિત 322 લોકો સવાર હતા.

એર ઈન્ડિયાએ શું કહ્યું?

એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આજે 10 માર્ચ, 2025ના રોજ મુંબઈથી ન્યૂયોર્ક સુધીના AI-119 પર સંભવિત સુરક્ષા ખતરાની જાણ થઈ હતી.  પ્રોટોકોલ મુજબ, વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને મુંબઈ પરત બોલાવવામાં આવ્યું હતું. પ્લેન રાત્રે 10.25 વાગ્યે મુંબઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના અધિકારીઓ તેમનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. એરક્રાફ્ટ હવે 11 માર્ચ, 2025ના રોજ સવારે 5 વાગ્યે રવાના થશે, ત્યાં સુધી તમામ મુસાફરોને હોટલમાં રહેવા, ભોજન અને અન્ય સહાયની ઓફર કરવામાં આવી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget