Air India: મુંબઈથી ઉડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈમરજન્સી એલર્ટ, લંડનના આકાશમાં ચક્કર લગાવી રહ્યું છે વિમાન
Air India Flight: સુરક્ષાના કારણોસર એર ઈન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઈટને લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે કોલ આપવામાં આવ્યો છે. હાલમાં ફ્લાઈટ લંડન એરપોર્ટની એર સ્પેસમાં ચક્કર લગાવી રહી છે.
Air India Flight: સુરક્ષાના કારણોસર એર ઈન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઈટને લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે કોલ આપવામાં આવ્યો છે. હાલમાં ફ્લાઈટ લંડન એરપોર્ટની એર સ્પેસમાં ચક્કર લગાવી રહી છે.
#AI129 from Mumbai to London is squawking 7700, indicating a general emergency. Reason currently unknown. https://t.co/vxipNBzfSO
More info on 'squawking 7700' here. https://t.co/CRoOOMhDKB pic.twitter.com/uadlHmvSEG— Flightradar24 (@flightradar24) October 17, 2024
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિયન એરલાઈન્સની ઘણી ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી રહી છે, જેમાંથી મોટાભાગની ધમલી ખોટી નીકળી છે. આ બધા વચ્ચે સુરક્ષાના કારણોસર એર ઈન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઈટને લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે કોલ આપવામાં આવ્યો છે. હાલમાં ફ્લાઈટ લંડન એરપોર્ટની એર સ્પેસમાં ચક્કર લગાવી રહી છે.
મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટે બ્રિટિશ રાજધાનીની ઉપરથી ઉડતી વખતે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યો હતો. જો કે ઈમરજન્સી સિગ્નલ કયા કારણોસર મોકલવામાં આવ્યું તે હજુ સુધી બહાર આવ્યું નથી. ફ્લાઈટરાઈડરે X પર પોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ AIC129- Squawking 7700, જેને ઈમરજન્સીનો કોલ મળ્યો છે. જો કે, આ કોલ કેમ આપવામાં આવ્યો તેની માહિતી સામે આવી નથી.
આવા સ્ક્વોક કોડ્સ (ઇમરજન્સી એલર્ટ) ઘણીવાર કટોકટીની પરિસ્થિતિઓમાં સાંભળવામાં આવે છે, જેમ કે કટોકટી ઉતરાણ વગેરે. સ્ક્વોક કોડનો ઉપયોગ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ફ્લાઇટમાં હોય ત્યારે એરક્રાફ્ટને ઓળખવા અને ટ્રેક કરવા માટે કરવામાં આવે છે.
આ સ્ક્વોક કોડ સામાન્ય રીતે 4 અંકના હોય છે, જે 0000 થી 7777 સુધીના હોય છે. આમાંના કેટલાક કોડ નિશ્ચિત છે, ચોક્કસ સંજોગોમાં બતાવવામાં આવે છે, જ્યારે અન્ય ATC દ્વારા પ્રદર્શિત થાય છે. એટીસી એરક્રાફ્ટ માટે સ્ક્વોક કોડ બનાવે છે, જ્યારે એરક્રાફ્ટ તેની રેન્જમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રવેશની મંજૂરી આપવા માટે પાઇલટના ટ્રાન્સપોન્ડરને સંદેશ મોકલવામાં આવે છે. ત્યારબાદ ટ્રાન્સપોન્ડર તેને એટીસીને પરત મોકલે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC129માં સ્ક્વોક કોડ 7500 હતો, જે ઈમરજન્સી ટ્રાન્સપોન્ડર કોડ છે જે દર્શાવે છે કે એરક્રાફ્ટ જોખમમાં હતું અને તેને ATC અને અન્ય સુરક્ષા સેવાઓની તાત્કાલિક સહાયની જરૂર હતી.
આ પણ વાંચો...