શોધખોળ કરો
Advertisement
PM મોદીનું વિમાન બનશે એન્ટી મિસાઇલ સિસ્ટમથી સજજ, જાણો ખાસિયતો?
આ વિમાન એન્ટી મિસાઈલ ટેકનોલોજીથી સજ્જ હશે. અને તેમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વિમાન ઇંધણ ભરવા માટે વચ્ચે રોકાયા વગર અમેરિકા અને ભારત વચ્ચે ઉડાન ભરી શકે છે.
નવી દિલ્હી: હવે વડાપ્રધાન મોદીનું વિમાન પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વિમાનની જેમ મિસાઈલ હુમલાને નિષ્ફળ કરનારું હશે. પીએમ મોદી માટે લાંબા અંતરના બે બોઈન્ગ 777 વિમાન ‘એર ઇન્ડિયા વન’ જૂન 2020 સુધીમાં ભારત આવશે. આ વિમાન એન્ટી મિસાઈલ ટેકનોલોજીથી સજ્જ હશે. આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ ખાસ એરોપ્લેનનો ઉપયોગ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકેયા નાયડૂ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. હાલ તેઓ એર ઇન્ડિયાના બોઈંગ બી 747 વિમાનનો ઉપયોગ કરે છે. દક્ષિણ બ્લૉકના અધિકારીઓ અનુસાર, ડલાસમાં બોઈન્ગ સુવિધામાં બનાવવામાં આવી રહેલા બે વિમાન સુરક્ષા મામલે અમેરિકી રાષ્ટ્રપતિની વાયુસેનાના વિમાન બરાબર હશે. આ વિમાન ઇંધણ ભરવા માટે વચ્ચે રોકાયા વગર અમેરિકા અને ભારત વચ્ચે ઉડાન ભરી શકે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા આ વિમાન માટે બે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વેચવા પર સહમત થયું હતું. એન્ટી મિસાઈલ ટેકનોલોજીને એર ઇન્ડિયા વનમાં લગાવવા માટે લગભગ 19 કરોડ ડૉલરની ડીલ થઈ હતી.
શું છે એર ઈન્ડિયા વન ?
ભારત સરકારે વીવીઆઈપી સુરક્ષા માટે એર ઈન્ડિયા વનને મંજૂરી આપી દીધી હતી. બે દાયકાથી વીવીઆઈપી લોકોની સેવા કરી રહેલા એર ઇન્ડિયાના બોઈંગ 747 જમ્બો જેટનું સ્થાન હવે ‘એર ઇન્ડિયા વન’એ લીધું છે. ખાસ પ્રકારના મેટલથી બનેલા આ વિમાનમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
એન્ટ મિસાઈલ તકનીક મોટા વિમાનોને સુરક્ષા કવચ પૂરુ પાડશે, આ સિસ્ટમ સ્થાપિત થયા બાદ ક્રૂ વૉર્નિંગનો સમયગાળો વધારશે. તે પાયલટને એલર્ટ કરશે કે એક મિસાઈલ ડિટેક્ટ થઈ છે અને સિસ્ટમ તેને ત્યાંજ જામ કરી દેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement