થાઇલેન્ડમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ફરી 156 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Air India flight emergency landing: બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી.

Air India flight emergency landing: એર ઇન્ડિયાના એક વિમાનને થાઇલેન્ડના ફુકેટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. આ ફ્લાઇટ ફુકેટથી નવી દિલ્હી આવી રહી હતી, પરંતુ શુક્રવારે બોમ્બની ધમકી બાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા.
Reuters reports that, "an Air India flight from Thailand's Phuket to India's capital New Delhi received a bomb threat on Friday and made an emergency landing on the island, airport authorities said." pic.twitter.com/iMwR2DOTci
— ANI (@ANI) June 13, 2025
રોઇટર્સના અહેવાલ મુજબ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 379 ફુકેટથી નવી દિલ્હી માટે રવાના થઈ હતી. તેમાં 156 મુસાફરો સવાર હતા, પરંતુ ફ્લાઇટ ઉડાન ભર્યા પછી બોમ્બની ધમકી મળી હતી. આ પછી, ફ્લાઇટ આંદામાન સમુદ્રની આસપાસ ફર્યા પછી પાછી આવી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. AOT દ્વારા હજુ સુધી બોમ્બની ધમકીની પુષ્ટિ કરવામાં આવી નથી. ફુકેટ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બધા સુરક્ષિત છે.
ફ્લાઇટ ટ્રેકર Flightradar24 મુજબ, વિમાન શુક્રવારે સવારે 9:30 વાગ્યે (0230) ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ 20 મિનિટની ઉડાન પછી, તે આંદામાન સમુદ્રની આસપાસ ફર્યું અને સ્થાનિક સમય મુજબ સવારે 11:38 વાગ્યે ફુકેટ એરપોર્ટ પર પાછું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. બાદમાં એવું જાણવા મળ્યું કે પ્રારંભિક શોધખોળ બાદ, અધિકારીઓને સંબંધિત એર ઇન્ડિયા વિમાનમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો.
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા અમદાવાદમાં એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. એક મુસાફર બચી ગયો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 એ ગુરુવારે બપોરે લગભગ 1:38 વાગ્યે અમદાવાદથી લંડન માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને બપોરે 1:40 વાગ્યે એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર ક્રેશ થઈ ગઈ હતી. ફ્લાઈટનો પાછળનો ભાગ બીજે મેડિકલ કોલેજના મેસ પર પડ્યો હતો, જેના કારણે ઈમારતને ભારે નુકસાન થયું હતું. મેસમાં મોટી સંખ્યામાં મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર હતા.





















