Ajit Pawar Death: આજે અજિત પવારના અંતિમ સંસ્કાર કરાશે, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી
Ajit Pawar Death: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Ajit Pawar Death: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 28 જાન્યુઆરીની સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોનું નિધન થયું હતું. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ અને તેમના પરિવારના નિવાસસ્થાન ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. સમર્થકો અને સ્થાનિક નાગરિકોની ભીડ સતત વધી રહી છે.
Baramati plane crash: Pilots' post-mortem completed; families take bodies home
— ANI Digital (@ani_digital) January 29, 2026
Read @ANI Story |https://t.co/oCsxrKGGj9#Baramati #PlaneCrash #Pilots #PostMortem pic.twitter.com/3rvYWw5BGk
બારામતીમાં શોકનો માહોલ
અહેવાલ અનુસાર, ગુરુવારે સવારે 9 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના વતન કાટેવાડીમાં પણ શોકનું વાતાવરણ છે. બારામતીમાં તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. બુધવારે સમગ્ર મહારાષ્ટ્રમાં જાહેર રજા જાહેર કરવામાં આવી અને તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી.
#WATCH | Baramati, Maharashtra | The postmortem of pilots- Captain Sumit Kapoor and Captain Shambhavi Pathak, who lost their lives in the plane crash that killed Maharashtra Dy CM Ajit Pawar, has been completed. Following the procedure, their bodies have been handed over to their… pic.twitter.com/KqIE1XLmKY
— ANI (@ANI) January 28, 2026
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતના કારણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસ શરૂ કરવા માટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યૂરો (AAIB) ની એક નિષ્ણાત ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 66 વર્ષીય અજિત પવાર બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈથી પુણે જિલ્લાના બારામતી જવા રવાના થયા હતા. 5 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધવાના હતા.
કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલટ કેપ્ટન શાંભવી પાઠક, અજિત પવારના પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ મૃત્યુ થયું. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. વિસ્ફોટ પછી તાત્કાલિક કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રનવેની ડાબી બાજુ કાટમાળ મળી આવ્યો હતો.
મૃતદેહને વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યો.
અજિત પવારના પાર્થિવ દેહને બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે, જે અજિત પવારની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. વિદ્યા પ્રતિષ્ઠાન એક મુખ્ય શૈક્ષણિક સંસ્થા છે.





















