શોધખોળ કરો
Advertisement
મોદી સરકારને ઝટકો, અકાલી દળે NDA સાથે છેડો ફાડ્યો, પક્ષની કોર કમિટીમાં થયો ફેંસલો
અકાલી દળની કોર કમિટીમાં એનડીએથી અલગ થવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.
પંજાબઃ દેશમાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો પંજાબ, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારમાં સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડ્યો છે. પક્ષની કેબિનેટ મીટિંગમાં એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવાયો હતો. કૃષિ બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડ્યો છે.
કૃષિ બિલને લઈ અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના મંત્રી પદેથી થોડા દિવસો પહેલા રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડીને મોદી સરકારને મોટો આંચકો આપ્યો છે.
હરસિમરત કૌર બાદલ ભારત સરકારમાં ફુડ પ્રોસેસિંગના કેન્દ્રિય કેબિનેટ હતા. તેઓ ભટિંડાના સાંસદ સભ્ય છે. તે હરસમિરત કૌર બાદલ રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પતિ સુખબીર સિંહ બાદલ પંજાબના ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલીદળના અધ્યક્ષ હતા. તેમનો જન્મ 25 જુલાઈ 1966માં મજીઠિયા પરિવારમાં સત્યજીત અને સુખમંજુસ મજીઠિયાના ઘરે થયો હતો. હરસિમરત કૌર બાદલે લોરેટો કોન્વેન્ટ સ્કૂલ, નવી દિલ્હીથી પોતાનું સ્કૂલ શિક્ષણ મેળવ્યુ છે. તેઓ એક મૈટ્રિકૂલેટ છે અને કાપડ ડિઝાઈનમાં ડિપ્લોમાં કર્યુ છે. 21 નવેમ્બર 1991ના રોજ સુખબીર સિંહ બાદલ સાથે લગ્ન થયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement