શોધખોળ કરો

Alert: જો તમારે એલઆઇસીનો આવો મેસેજ આવે તો રહો સાવધાન, બની શકો છો છેતરપિંડીનો ભોગ

એલઆઇસી સમયાંતરે પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારની સ્કીમ લઇને આવે છે, આની જાણકારી એલઆઇસી સોશ્યલ મીડિયા દ્વારા તમામ લોકોને આપતી રહે છે. 

LIC Alert: ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી વીમા કંપની છે, આના દેશભરમાં કરોડો ગ્રાહકો છે, એલઆઇસી સમય સમય પર કેટલાય પ્રકારની જાણકારી પોતાના ગ્રાહકોને આપતી રહે છે. એલઆઇસી સમયાંતરે પોતાના ગ્રાહકો માટે અનેક પ્રકારની સ્કીમ લઇને આવે છે, આની જાણકારી એલઆઇસી સોશ્યલ મીડિયા દ્વારા તમામ લોકોને આપતી રહે છે. પરંતુ, ઘણીવાર જોવામાં આવ્યુ છે કે, લોકો એલઆઇસીના નામ પર વાયરલ થઇ રહેલા નકલી સમાચારોનાં ઝાંસામાં આવીને ફ્રૉડનો શિકાર બની જાય છે. આજકાલો સોશ્યલ મીડિયા પર એલઆઇસીના KYCને લઇને એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. 

આ વાયરલ મેસેજ અનુસાર, જો કોઇ એલઆઇસી કસ્ટમર પોતાનુ કેવાઇસી અપડેટ નથી કરાવતુ, તો આવામાં તેને દંડ ભરવો પડી શકે છે. આની સાથે જ ખબરમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે પોતાની પર્સનલ ડિટેલ્સને શેર કરી દેશો તો, તમારી કેવાસીને અપડેટ કરી દેવામાં આવશે.

આ વાયરલ મેસેજ પર એલઆઇસીએ લોકોને એલર્ટ જાહેર કરીને કહ્યું કે, એલઆઇસી પોતાના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરવાની સલાહ આપતી રહે છે, પરંતુ જો કોઇ વ્યક્તિ આવુ કરવામા અસફળ રહે છે તો તેને દંડ નહીં ભરવો પડે. આની સાથે જ એલઆઇસીએ પણ બતાવ્યુ કે, તમે તમારી પર્સનલ ડિટેલ્ કોઇની પણ સાથે અજાણ્યા વ્યક્તિને વિના સમજ્યા વિચારે શેર ના કરો, આનાથી તમે સાયબર ફ્રૉડનો શિકાર બની શકો છો.

LIC Scheme: આ સ્કીમમાં દરરોજ 200 રૂપિયાનું રોકાણ કરો, તમને મળશે 28 લાખનું મોટું ભંડોળ

LIC Jeevan Pragati Plan: દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (Life Insurance Corporation of India) તેના ગ્રાહકો માટે સમયાંતરે વિવિધ પ્રકારની ઉત્તમ વીમા પૉલિસીઓ લઈને આવતી રહે છે. LICમાં રોકાણ કરેલ નાણાં ક્યારેય નુકસાન નથી આપતું. તમે LICના પ્લાનમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો. LIC સમાજના દરેક વર્ગના લોકો માટે વીમા યોજના લાવી છે. જો તમે પણ રોકાણ વિશે વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ઉપયોગી સાબિત થઈ શકે છે.

જાણો શું છે પ્લાન

અમે તમને LIC ની જીવન પ્રગતિ વીમા યોજના (LIC Jeevan Pragati Bima Yojana) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને સિક્યોરિટી સાથે રોકાણનો વિકલ્પ મળે છે, જેના કારણે મેચ્યોરિટી પૂર્ણ થવા પર તમને મોટી રકમ મળે છે. આ સ્કીમ તમને થોડા વર્ષોમાં કરોડપતિ બનાવી શકે છે. આમાં, દરરોજ 200 રૂપિયા એટલે કે દર મહિને રૂ. 6000 જમા કરીને, તમે મેચ્યોરિટી પર રૂ. 28 લાખ સુધીની મોટી રકમ મેળવી શકો છો. LIC ની જીવન પ્રગતિ વીમા યોજના હેઠળ, તમને ઓછામાં ઓછી 12 અને 20 વર્ષની મુદત મળે છે.

યોજના શું છે

જો તમે LIC નો જીવન પ્રગતિ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને તેમાં આજીવન સુરક્ષા મળશે. સાથે જ રોજના 200 રૂપિયા અને મહિનામાં 6 હજાર રૂપિયા જમા કરાવો. એટલે કે તેઓ વાર્ષિક 72 હજાર રૂપિયા જમા કરાવે છે. પછી આ સ્કીમમાં 20 વર્ષ પૂરા થવા પર તમને બોનસ સાથે 28 લાખ રૂપિયાની રકમ મળે છે. આ વીમા યોજનામાં જોખમ કવર દર 5 વર્ષે વધે છે. વીમાની રકમ દર 5 વર્ષે વધે છે. સમાન પોલિસી ધારકના મૃત્યુ પછી, બોનસ અને વીમાની રકમ ઉમેરીને તેના પરિવાર અથવા નોમિનીને આપવામાં આવે છે.

કેટલું કવરેજ મળશે

આ સ્કીમમાં જો કોઈએ 4 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધી હોય તો 5 વર્ષ પછી તે 5 લાખ રૂપિયા થઈ જશે. આ પછી, 10 થી 15 વર્ષ માટે, તે 6 લાખ રૂપિયા અને 20 વર્ષમાં, આ રકમ 7 લાખ રૂપિયા થશે.

જાણો મુખ્ય બાબતો શું છે

LIC ની જીવન પ્રગતિ વીમા યોજના હેઠળ, તમને ઓછામાં ઓછી 12 અને 20 વર્ષની મુદત મળે છે.

12 થી 45 વર્ષની વયજૂથના લોકો આ વીમા યોજના લઈ શકે છે.

આ યોજના હેઠળ, પ્રીમિયમની રકમ ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે જમા કરી શકાય છે.

લઘુત્તમ વીમા રકમ 1.5 લાખ છે અને મહત્તમ પર કોઈ મર્યાદા નથી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget