શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અલાહાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યું- માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું માન્ય નહી
ધર્મ પરિવર્તનને લઈને અલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી.
પ્રયાગરાજ: ધર્મ પરિવર્તનને લઈને અલાહાબાદ હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી. કોર્ટે અલગ-અલગ ધર્મની યુગલની અરજી ફગાવતા અરજીકર્તાઓ સંબંધિત મેજિસ્ટ્રેટની સામે નિવેદન નોંધાવવાની છૂટ આપી છે.
અરજીકર્તાએ પરિવારજનોને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં હસ્તક્ષેપ કરવા પર રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે વિવાહિત યુગલની અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, એક અરજીકર્તા મુસ્લિમ તો બીજો હિંદૂ છે. યુવતીએ 29 જુન 2020ના રોજ હિંદુ ધર્મ સ્વિકાર કર્યો અને એક મહિના બાદ 31 જુલાઈના રોજ લગ્ન કર્યાં. કોર્ટે કહ્યું કે, રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે.
અલાહાબાદ કોર્ટે નૂર જહાં બેગમ કેસના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહ્યું કે, લગ્ન માટે ધર્મ બદલાવવો સ્વિકાર્ય નથી. આ કેસમાં હિંદૂ યુવતીએ ધર્મ બદલીને મુસ્લીમ યુવક સાથે લગ્ન કર્યાં હતા. સવાલ હતો કે શું હિંદુ યુવતી ધર્મ બદલીને મુસ્લીમ યુવક સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન ગેરકાયદે હશે. કોર્ટે કહ્યું કે, ઈસ્લામ વિશે જાણ્યા વિગર અને આસ્થા વિશ્વાસ વગર ધર્મ બદલવો સ્વિકાર્ય નથી. કોર્ટે કહ્યું કે આવું કરવું ઈસ્લામની વિરુદ્ધમાં છે. કોર્ટે મુસ્લિમને હિંદુ બની લગ્ન કરવાની અરજીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો. પ્રિયાંશી ઉર્ફે સમરીન અને અન્યો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ એમસી ત્રિપાઠીની એકલ બેંચે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion