'માતા-પિતાની મરજી વિના લગ્ન કરનારાઓને નહીં મળે સુરક્ષા...', અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે માતા પિતાની મરજી વિરુદ્ધ જઇને લગ્ન કરનારા પ્રેમીઓ પોલીસ સુરક્ષાનો દાવો કરી શકતા નથી

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે માતા પિતાની મરજી વિરુદ્ધ જઇને લગ્ન કરનારા પ્રેમીઓ પોલીસ સુરક્ષાનો દાવો કરી શકતા નથી. કોર્ટે કહ્યું કે આવા લોકો પોલીસ સિક્યોરિટીની માંગણી કરી શકતા નથી જ્યાં સુધી તેમના જીવન અને સ્વતંત્રતા માટે વાસ્તવિક ખતરો ના હોય.
Learn to face society: Allahabad High Court refuses protection for runaway couple in absence of threats
— Bar and Bench (@barandbench) April 16, 2025
"The courts are not meant to provide protection to such youths, who have simply fled to marry according to their own wishes," the Court added.
Read more:… pic.twitter.com/lbQJuIASZ8
જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે એક પ્રેમી કપલ તરફથી દાખલ કરવામાં આવેલી સુરક્ષાની માંગ કરતી અરજી પર સુનાવણી કરીને આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે પોતાની મરજીથી લગ્ન કરનારાઓને પોલીસ સુરક્ષાનો અધિકાર નથી. સુરક્ષા ફક્ત ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેમના જીવન કે સ્વતંત્રતા પર કોઈ પ્રકારનો ખતરો ના હોય.
કોર્ટે કહ્યું કે કોર્ટ કોઇ પણ કપલને યોગ્ય મામલામાં સુરક્ષા પૂરી પાડી શકે છે પરંતુ જો તેમના માટે કોઈ ખતરો ન હોય તો તેમણે એકબીજાને ટેકો આપવાનું અને સમાજનો સામનો કરવાનું શીખવું જોઈએ. દસ્તાવેજો અને નિવેદનોની તપાસ કર્યા પછી કોર્ટે શોધી કાઢ્યું કે દંપતીને કોઈ ગંભીર ખતરો નથી અને તેથી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે અરજદારોએ દાવો કર્યો હતો કે તેમના પરિવારના સભ્યો તેમના શાંતિપૂર્ણ લગ્ન જીવનમાં દખલ કરી રહ્યા છે. આ નિર્ણય એવા યુગલો માટે મહત્વપૂર્ણ છે જેઓ તેમના માતાપિતાની સંમતિ વિના લગ્ન કરે છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું છે કે જો કોઈ પતિ તેની પુખ્ત પત્ની સાથે તેની સહમતિ વિના તેની સાથે જાતીય સંબંધ બાંધે છે અથવા અકુદરતી જાતીય સંબંધો બાંધે છે તો તેને ગુનો ગણી શકાય નહીં. આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશ નરેન્દ્ર કુમાર વ્યાસની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતા જગદલપુરના એક રહેવાસીને નિર્દોષ જાહેર કર્યો હતો જેને નીચલી અદાલતે બળાત્કાર, અકુદરતી જાતીય સંબંધ અને અન્ય આરોપો માટે દોષિત ઠેરવ્યો હતો.





















