શોધખોળ કરો
Advertisement
અમર સિંહે પોતાના નિધનની અફવાને ફગાવી, કહ્યું- ટાઈગર જિંદા હૈ
પોતાના નિધનની અફવાઓને ફગાવતા સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહે ટ્વિટર પર 'ટાઈગર જિંદા હૈ' શીર્ષક સાથે એક વીડિયો શેર કર્યો છે.
નવી દિલ્હી: પોતાના નિધનની અફવાઓને ફગાવતા સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહે ટ્વિટર પર 'ટાઈગર જિંદા હૈ' શીર્ષક સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે સિંગાપુરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન થવાનું છે અને ત્યારબાદ તેઓ જલ્દી પરત ફરશે.
અમર સિંહે કટાક્ષ કરતા કહ્યું કે તેમના ઘણા શુભેચ્છકો જે તેમને મૃત જોવા માંગે છે. તેઓ જીવે છે, અને સર્જરીની રાહ જોઈ રહ્યા છે. હોસ્પિટલમાંથી શેર કરવામાં આવેલા આ વીડિયોમાં અમર સિંહે કહ્યું છે આ પહેલાની સમસ્યાઓની વાત કરવામાં આવે તો આ કંઈ નથી.
તેમણે કહ્યું એક વખત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને આશા છે કે તેઓ જલ્દી ભારત પરત ફરશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં એ પ્રકારના રિપોર્ટ્સ આવ્યા હતા કે પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા હવે નથી રહ્યા. આ પહેલા અમર સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે અચાનક અમિતાભ બચ્ચનની માફી માંગી હતી. અમર સિંહનું આ ટ્વિટ ખૂબ વાયરલ થયું હતું.Tiger Zinda Hai!! pic.twitter.com/YWm3Sb0Yuw
— Amar Singh (@AmarSinghTweets) March 2, 2020
અમર સિંહે કહ્યું હતું કે 'મને લાગે છે કે મે કારણ વગર ખોટી દુશ્મની બતાવી છે. 60ની ઉપર જીવની સંધ્યા હોય છે અને ફરી એક વાર હુ જિંદગી અને મોતના પડકાર વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મને લાગે છે કે સાર્વજનિક રૂપથી મારે અમિતાભ બચ્ચન પ્રત્યે નરમ વલણ રાખવું જોઈતું હતું, કારણ કે તેઓ મારી કરતા ઉંમરમાં મોટા છે. અને જે શબ્દો મે તેમના વિશે બોલ્યા છે તેને લઈને મારી માફી પણ માંગવી જોઈએ.'Today is my father’s death anniversary & I got a message for the same from @SrBachchan ji. At this stage of life when I am fighting a battle of life & death I regret for my over reaction against Amit ji & family. God bless them all.
— Amar Singh (@AmarSinghTweets) February 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement