શોધખોળ કરો
Advertisement
અમિત શાહનો કોરોના પોઝિટિવ આવતાં કેવા મીમ્સ થયા ફરતા ? જુઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હેશટેગ ગેટ વેલ સુન, હેશટેગ મોટાભાઈ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેની સાથે લોકો મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ આ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ મોટાભાઈ, હેશટેગ ગેટ વેલ સુન ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેની સાથે લોકો મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું, શરૂઆતના લક્ષણો જોવા મળ્યા બાદ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પણ ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી વિનંતી છે કે જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે આઇસોલેટ થઈ જાય અને તપાસ કરાવે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કોરોના થતાં ભાજપ અને કેન્દ્ર સરકારમાં ખળભળાટ મચી ગયો છે. અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી અત્યંત સક્રિય હતા અને ગયા બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં પણ હાજરી આપી હતી. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠક નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. મોદી સરકારના તમામ વરિષ્ઠ પ્રધાનો પણ આ બેઠકમાં હાજર હતા તેથી મોદી સહિતના તમામ પ્રધાનોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. સાવધાની ખાતર તમામ પ્રધાનોનો કોરોના ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement