37.8 કરોડ રૂપિયામાં હરાજી થઇ અમૃતા શેરગિલની પેઇન્ટિંગ, દેશની બીજી સૌથી મોંઘી કલાકૃતિ બની, જાણો વિગતે
હરાજીમાં અમૃતા શેરગિલની પેઇન્ટિંગને કલાકાર દ્વારા હાંસલ કરવામાં આવેલી સર્વોચ્ચ ઉપલબ્ધિ પણ માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા કલાકારોમાં એક અમૃતા શેરગિલની એક પેઇન્ટિંગ, ઇન ધ લેડીઝ એનક્લૉઝર (1938)એ મંગળવારે એક હરાજીમાં 37.8 કરોડ રૂપિયામાં વેચાઇ. આ હરાજી સૈફરનઆર્ટ તરફથી આયોજિત કરવામાં આવી હતી. હરાજીમાં અમૃતા શેરગિલની પેઇન્ટિંગને કલાકાર દ્વારા હાંસલ કરવામાં આવેલી સર્વોચ્ચ ઉપલબ્ધિ પણ માનવામાં આવે છે. હાલ 5.14 મિલિયન અમેરિકન ડૉલરમાં વેચાયા બાદ આ પેઇન્ટિંગ કોઇ ભારતીય દ્વારા બીજી સૌથી મોંઘી કલાકૃતિ બની ગઇ છે.
દેશની બીજી સૌથી મોંઘી કલાકૃતિ-
હાલ આ વર્ષ માર્ચેમાં સૈફરનઆર્ટ તરફથી આયોજિત એક હરાજીમાં વી એસ ગાયતોંડેની અનટાઇટલ્ડ (1961) 39.98 કરોડ રૂપિયામાં વેચાઇ હતી, જે કોઇપણ ભારતીય કલાકાર દ્વારા બનાવવામાં આવેલી સૌથી મોંઘી કલાકૃતિ છે. આર્ટ માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ આર્ટરી ઇન્ડિયા અનુસાર શેરગિલના છેલ્લા રેકોર્ડની વાત કરીએ તો 2018 માં મુંબઇમાં સૌથબીની હરાજી બનાવી ધ લિટિલ ગર્લ ઇન બ્લૂ (1934)ને 18.7 કરોડ રૂપિયામાં વેચાઇ હતી.
અમૃતા શેરગિલને મળ્યુ છે નેશનલ ટ્રેઝર સન્માન-
ઉલ્લેખનીય છે કે અમૃતા શેરગિલને ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા કલાકારનો દરજ્જો મળ્યો છે, આના કારણે ભારત સરકાર તરફથી તેને 'નેશનલ ટ્રેઝર' તરીકે માન્યતા મળી છે. આ સન્માનના કારણે તેની કોઇપણ કલાકૃતિને દેશની બહાર લઇ જવી ગેરકાયદે માનવામાં આવે છે. ઇન્ડો-હંગેરિયન કલાકાર અમૃતા શેરગિલનુ નિધન 1941માં 28 વર્ષની ઉંમરે થઇ ગયુ હતુ.
સૈફરનઆર્ટના સીઇઓ અને સહ-સંસ્થાપક દિનેશ બજીરાનીનુ કહેવુ છે કે મંગળવારે થયેલી આ હરાજીમાં શેરગિલની કલાકૃતિને એટલા ઉંચા ખરીદાવુ તેની કલાત્મક યોગ્યતાનુ એક સ્પષ્ટ સંકેત છે. તેમને કહ્યું- કલાના ક્ષેત્રમાં ખુબ ઓછા સમયમાં આટલી મોટી ઉપલબ્ધિ હાંસલ કરવી બહુજ દુર્લભ કામ છે. હરાજીમાં અમૃતા શેરગિલની પેઇન્ટિંગને કલાકાર દ્વારા હાંસલ કરવામાં આવેલી સર્વોચ્ચ ઉપલબ્ધિ પણ માનવામાં આવે છે. આ પેઇન્ટિંગ કોઇ ભારતીય દ્વારા બીજી સૌથી મોંઘી કલાકૃતિ બની ગઇ છે