Amritpal Singh Arrest Operation: પંજાબમાંથી ભાગી ચૂક્યો છે અમૃતપાલસિંહ, હવે આ રાજ્યમાં હોવાની આશંકા
ખાલિસ્તાનનું સમર્થન કરનારા 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહ પંજાબમાંથી ભાગીને હરિયાણા પહોંચી ગયો છે
ખાલિસ્તાનનું સમર્થન કરનારા 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહ પંજાબમાંથી ભાગીને હરિયાણા પહોંચી ગયો છે. 21 માર્ચે અમૃતપાલ હરિયાણાના શાહબાદમાં તેના એક સમર્થક પાસે આવ્યો હતો. પંજાબ અને હરિયાણા પોલીસ તે સમર્થકની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે શાહબાદમાં કટ્ટર અલગતાવાદી અમૃતપાલ સિંહને આશ્રય આપવા બદલ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
અમૃતપાલ સિંહ જલંધરના શાહકોટથી ફિલૌર અને લુધિયાણા થઈને હરિયાણામાં પ્રવેશ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અમૃતપાલ અને તેના સાથી ફિલૌર નજીકના એક ગામમાં પ્લેટિના બાઇક છોડીને ગયા હતા, ત્યારબાદ તેઓ અન્ય કોઈ માધ્યમથી લુધિયાણા પહોંચ્યા હતા. આ તમામ ઘટના 18 માર્ચની છે જ્યારે અમૃતપાલ પોલીસને છેતરીને ભાગી ગયો હતો.
અમૃતપાલ સિંહે શાહબાદમાં આશરો લીધો હતો
Punjab | Seven associates of 'Waris Punjab De' chief Amritpal Singh brought to Amritsar's Baba Bakala Court amid heavy police presence
They were earlier sent to police custody till March 23. pic.twitter.com/JyX5qXISDN — ANI (@ANI) March 23, 2023
20 માર્ચે અમૃતપાલ પંજાબ છોડીને હરિયાણામાં પ્રવેશ કર્યો હતો. શાહબાદમાં આશ્રય આપનાર પરિવારની પૂછપરછ કર્યા પછી પોલીસ ચોક્કસપણે માને છે કે અમૃતપાલનો હેતુ પંજાબ છોડીને અન્ય રાજ્યોમાં સુરક્ષિત આશ્રય શોધવાનો છે. 18 માર્ચે પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ 4 તસવીરો સામે આવી હતી. પ્રથમ મર્સિડીઝ કાર, બીજી બ્રેઝા કારમાંથી જતા ત્રીજી તસ્વીરમાં તે પ્લેટિના બાઇક ચલાવતો જોવા મળે છે, ત્યારબાદ ચોથી તસ્વીરમાં તે મોટરકાર પર બેઠો છે અને તેના પર પ્લેટિના બાઇક પણ મૂકવામાં આવી છે. જોકે, આ તમામ તસવીરો એક જ દિવસ (18 માર્ચ)ની છે.
#WATCH | Punjab: 10 accused, who were produced at Ajnala Court in connection with Ajnala police station violence matter, sent to 2-day Police custody. All the 10 accused are associated with Waris Punjab De chief Amritpal Singh. Two FIRs have been lodged against them. pic.twitter.com/SuZ6XM5vEf
— ANI (@ANI) March 23, 2023
અમૃતપાલ સિંહ કપડાં બદલીને ભાગી ગયો હતો
બુધવારે જલંધરમાં ભાગેડુ અમૃતપાલ સિંહ વિરુદ્ધ વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુદ્વારાના એક ગ્રંથીએ ફરિયાદ નોંધાવી હતી કે અમૃતપાલ આ ગુરુદ્વારામાં લગભગ 45 મિનિટ રોકાયો હતો. આ દરમિયાન તેના ત્રણ સહયોગી પણ તેની સાથે હતા. અમૃતપાલ અને તેના સાગરિતોએ હથિયારોનો ડર બતાવીને કપડાંની માંગણી કરી હતી. જ્યારે તેણે કપડાં આપવાની ના પાડી તો તેને તેના પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગ્રંથીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આ દરમિયાન અમૃતપાલ અને તેના સહયોગીઓ પાસે એક રાઈફલ અને પિસ્તોલ પણ હતી.
ઇન્ટરનેટ સેવાઓ બંધ
પંજાબ સરકારે ગુરુવારે તરન તારન અને ફિરોઝપુર જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ (મેસેજિંગ) સેવાઓ પરનો પ્રતિબંધ શુક્રવાર બપોર સુધી લંબાવ્યો હતો. જ્યારે મોગા, સંગરુર, અજનાલા સબ-ડિવિઝન અને મોહાલીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યો હતો. ગૃહ વિભાગ અને ન્યાય વિભાગ દ્વારા સોમવારે જાહેર કરાયેલા આદેશો અનુસાર "જાહેર સલામતી માટે, હિંસા માટે કોઈપણ ઉશ્કેરણી અટકાવવા અને શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા" માટે તરન તારન અને ફિરોઝપુરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની મુદત લંબાવવામાં આવી છે.