શોધખોળ કરો
અંબાલા પાસે ટ્રેઈનિંગ દરમિયાન રફાલ પ્લેન તૂટી પડતાં એરફોર્સનો જવાન થયો શહીદ ? જાણો સરકારે શું કહ્યું
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ પોસ્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, આઈએએફમાં સામેલ નવા ફાઈટર જેટ રફાલમાં કેટલીક ટેકનીકલ ખામી આવી ગઈ હતી.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એવા ટ્વીટ્સ અને ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અંબાલા એરબેસની નજીક ભારતીય વાયુસેનાનું એક રફાલ જેટ ક્રેશ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ ક્રેશમાં બે પાયલોટ શહીદ થયા છે. જોકે હવે પીઆઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે, આ જાણકારી પૂરી રીતે ફેક છે. આઈએએફે આવું કોઈપણ ટ્વીટ કર્યું નથી અને ન તો કોઈ રફાલ જેટ ક્રેશ થયું છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ પોસ્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, આઈએએફમાં સામેલ નવા ફાઈટર જેટ રફાલમાં કેટલીક ટેકનીકલ ખામી આવી ગઈ હતી. આ કારણે અંબાલાની નજીક તે ક્રેશ થઈ ગયું અને તેમાં પાયલટ પણ શહીદ થઈ ગયા. આ જાણકારી આઈએએફના એ હેન્ડલ પરથી શેર કરવામાં આવી જે ફેક હતું.
રફાલ વિમાન દુર્ઘટનાગર્સત થવાના વાયરસ અહેવાલની તપાસ કરી તો ખભર પડી કે આ ફેક છે. ફેક્ટ ચેક PIB Fact Check ટ્વિટર હેન્ડલ પરથી આ અહેવાલને ફગાવી દેવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે. આ અહેવાલ ફેક છે. અંબાલા એરબેસ પર આવી કોઈ દુર્ઘટના થઈ નથી. ભારતના કોઈપણ એરબેસ પર એકપણ વિમાન દુર્ઘટના નથી થઈ ન તો કોઈ પાયલટનું મોત થયું છે.Claim:An alleged tweet by @IAF_MCC claims that a combat aircraft Rafale jet has crashed near Ambala Airbase due to technical fault and a pilot is martyred#PIBFactCheck: The image is #Morphed. No such tweet has been posted by IAF. Also, no such incident has taken place#FakeNews pic.twitter.com/QDMbzNHQ7U
— PIB Fact Check (@PIBFactCheck) September 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
