(Source: ECI/ABP News/ABP Majha)
જોધપુરમાં લક્ઝરીયસ કારના ડ્રાઈવરે 11 વાહનોને ફિલ્મી સ્ટાઈલમાં ટક્કર મારી હવામાં ઉડાવ્યા, મુખ્યમંત્રીએ દોડીને જવું પડ્યું....
આ દ્રશ્યો જોઇને સૌ કોઇના રુંવાડા ઉભા થઇ શકે છે. ઘટના બાદ ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને દોડીને સ્થળ પર જવુ પડ્યુ હતુ. જુઓ વીડિયોમાં દૂર્ઘટના............
જોધપુરઃ જોધપુરમાં એક ભયાનક કાર અકસ્માતની ઘટના ઘટી છે, આ ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં જોઇ શકાય છે કે, એક કાર બેકાબુ થઇને એકસાથે રસ્તાં પરના વાહનોને ફિલ્મી ઢબે હવામાં ફંગોળીને આગળ નીકળી રહી છે, આ દૂર્ઘટનામાં કારે 11 લોકોને હવામાં ફંગોળ્યા હતા, જે તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દ્રશ્યો જોઇને સૌ કોઇના રુંવાડા ઉભા થઇ શકે છે. ઘટના બાદ ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને દોડીને સ્થળ પર જવુ પડ્યુ હતુ. જુઓ વીડિયોમાં દૂર્ઘટના............
રાજસ્થાનના જોધપુરમાં આ ઘટના મંગળવારે સવારે એમ્સ રોડ ઘટની, અહી એક ફૂલ ફુલ સ્પીડમાં આવતી ઓડી કારે એક પછી એક એમ કરીને કુલ 11 લોકો ભયાનક રીતે અડફેટે લીધા હતા. રિપોર્ટ છે કે, આ દૂર્ઘટનામાં 16 વર્ષના યુવકનું મોત નિપજ્યું પણ થઇ ગયુ હતુ, અને અન્ય 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ ભયાનક છે.
માહિતી મળી રહી છે કે આ કારનો ચાલક વૃદ્ધ એટલે કે 50 વર્ષનો હતો. જોધપુરના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના નંદનવન ગ્રીનમાં રહેતા 50 વર્ષના અમિત નાગર નામનો વ્યક્તિ પોતાની ઓડી કાર હંકારી રહ્યો હતો. પરંતુ પાલ રોડથી એમ્સ તરફ જતા સમયે ભીડ વચ્ચે કાર એકાએક બેકાબૂ થઈ ગઈ હતી, અને સમગ્ર દૂર્ઘટના ઘટી હતી. આ તસવીરો CCTV ફુટેજમાં સ્પષ્ટ કેચ થઇ ગઇ હતી. વીડિયોમાં જોઇએ તો કાર એક પછી એક ટુવ્હીલર અને બાઇકને જબરદસ્ત રીતે હવામાં ઉડાવી રહી છે.
A speeding Audi car hit 11 people on AIIMS Road in #Jodhpur on Tuesday. In this a 16-year-old boy died, while 10 people were injured. A shocking video of this accident has also surfaced.@NewIndianXpress pic.twitter.com/PzUQGwGkx0
— rajesh asnani (@asnaniraajesh) November 9, 2021