Anant Ambani: આકાશ અને ઇશાની જેમ અનંત પણ સંભાળી રહ્યો છે રિલાયન્સનો આ મોટો બિઝનેસ, જાણો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇની વિધિ આજે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સંપન્ન કરવામાં આવી હતી.

Radhika Merchant Anant Ambani Roka: દેશની સૌથી મોટી કંપની રિલાન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ આજે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇની વિધિ આજે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં સંપન્ન કરવામાં આવી હતી. જ્યાંથી બન્નેની પહેલી તસવીર પરિમલ નથવાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે, જે હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
પરંતુ શું તમે જાણો છો, પિતા મુકેશ અંબાણીની સાથે સાથે અનંત અંબાણી પણ રિલાયન્સના આ મોટા બિઝનેસને સંભાળી રહ્યાં છે, નહીં ને.. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, આકાશ અંબાણી અને ઇશા અંબાણીની સાથે સાથે અનંત અંબાણી પણ બિઝનેસ સંભાળી રહ્યો છે, જાણો અનંત અંબાણી કયો બિઝનેસ સંભાળી રહ્યો છે.....
ન્યૂ એનર્જી અનંત અંબાણીના હવાલે -
10 એપ્રિલ, 1995એ જન્મેલા અનંત અંબાણી રિલાયન્સ ગૃપમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. પિતા મુકેશ અંબાણીએ અનંતને રિલાન્યસના ન્યૂ એનર્જી કારોબાર (Reliance New Energy Business)ની કમાન સોંપી છે, હાલમાં તે રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સૉલાર એનર્જી (Reliance New Solar Energy)ના ડાયરેક્ટર છે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મળી હતી જવાબદારી -
અનંત અંબાણીએ ફેબ્રુઆરી, 2021 મા રિલાયન્સ ઓ2સી (Reliance O2C) ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા, આ પહેલા અનંતને જિઓ પ્લેટફોર્મ્સ (Jio Platforms) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બૉર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા, અનંત અંબાણીએ પોતાનું શિક્ષણ બ્રાઉન યૂનિવર્સિટી (Brown University)માંથી પુરુ કર્યુ છે, અને હવે તે ગૃપના કારોબારને આગળ વધારવા પોતાની ખાસ ભૂમિકા નિભાવી રહ્યો છે.
Heartiest congratulations to dearest Anant and Radhika for their Roka ceremony at the Shrinathji temple in Nathdwara. May Lord Shrinath ji’s blessings be with you always. #AnantAmbani pic.twitter.com/BmgKDFsPYh
— Parimal Nathwani (@mpparimal) December 29, 2022
રાધિક મર્ચન્ટના પરિવારની વાત કરીએ તો, તે મુકેશ અંબાણીના દોસ્ત વીરેન મર્ચેન્ટની દીકરી છે, અને વીરેન મર્ચન્ટ અત્યારે એનકૉર હેલ્થકેરના સીઇઓ છે. રાધિક મર્ચન્ટના માતાનુ નામ શાઇલા મર્ચન્ટ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
