શોધખોળ કરો

પાકિસ્તાનના નસરુલ્લાના પ્રેમમાં પડી ભારતની અંજુ, જયપુર જવાનું કહી પાકિસ્તાન પહોંચી ગઈ અને પછી....

અંજુ નામની ભારતીય યુવતી તેના પતિને જયપુર જવાનું કહીને ફેસબુક પ્રેમી નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી.

પાકિસ્તાનથી પોતાના પ્રેમ માટે ભારત આવેલી સીમા હૈદર બાદ હવે એક નવી સ્ટોરી પણ ચર્ચામાં છે. અંજુ નામની ભારતીય યુવતી તેના પતિને જયપુર જવાનું કહીને ફેસબુક પ્રેમી નસરુલ્લા સાથે સગાઈ કરવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. અંજુની સરખામણી હવે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર સાથે કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અંજુ અને નસરુલ્લાહની લવ સ્ટોરી સીમા હૈદરના ભારત આવવા પહેલાથી શરૂ થઇ હતી કારણ કે અંજુએ 21 જૂને પાકિસ્તાન જવા માટે અરજી કરી હતી.

પ્રેમી નસરુલ્લાહએ શું કહ્યુ ?

અંજુ જે વ્યક્તિને મળવા ભારતથી પાકિસ્તાન ગઈ છે તે પહેલા એક સ્કૂલ ટીચર હતો અને હવે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરે છે. બીબીસીના અહેવાલ મુજબ, પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લાહનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં અંજુ અને તેની ઔપચારિક રીતે સગાઈ થઈ જશે અને પછી દસ-બાર દિવસ પછી અંજુ ભારત પાછી જશે. આ પછી તે ફરીથી લગ્ન કરવા પાકિસ્તાન આવશે. નસરુલ્લાહે કહ્યું, આ મારી અને અંજુની પર્સનલ લાઇફ છે. અમે નથી ઈચ્છતા કે તેમાં કોઈ દખલ કરે. અમે મીડિયાથી પણ દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પાકિસ્તાનના નસરુલ્લાના પ્રેમમાં પડી ભારતની અંજુ, જયપુર જવાનું કહી પાકિસ્તાન પહોંચી ગઈ અને પછી....

બંનેની મિત્રતા સોશિયલ મીડિયા મારફતે થઇ હતી

અંજુ અને નસરુલ્લા બંને સોશિયલ મીડિયા પર મળ્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અંજુ ઉત્તર પ્રદેશની રહેવાસી છે. હાલ અંજુ નસરુલ્લાહના ઘરે રહે છે. સીમા અને અંજુની સ્ટોરી એકસાથે જોડવામાં આવી રહી છે. બંને પ્રેમ પ્રકરણમાં પોતાના દેશની બહાર આવ્યા છે. બંનેની પૂછપરછ ચાલી રહી છે. બંને ઓનલાઈન પ્રેમમાં પડ્યા હતા. જોકે, સીમાનું PUBG અને અંજુની ફેસબુક મારફતે વાતચીતની શરૂઆત થઇ હતી. 

અંજુના પતિ અરવિંદ આ ઘટનાથી ખૂબ જ આશ્ચર્યમાં છે. અરવિંદને ખબર ન હતી કે તેની પત્ની પાકિસ્તાન કેમ અને કેવી રીતે ગઈ ? મીડિયાના અહેવાલ અનુસાર અરવિંદે  કહ્યું કે તે સતત અંજુ સાથે વાત કરી રહ્યો છે અને તે જલ્દી પરત આવવાની વાત કરી રહી છે. 

અરવિંદે જણાવ્યું કે અંજુએ વિદેશમાં નોકરી માટે 2 વર્ષ પહેલા પાસપોર્ટ બનાવ્યો હતો. અરવિંદને જયપુર ફરવા જવાનું કહીને 4 દિવસ પહેલા અંજુ ભિવડીથી નીકળી ગઈ હતી. આ પછી તે વોટ્સએપ કોલિંગ દ્વારા તેના પતિના સંપર્કમાં હતી પરંતુ આજે તેણે તેના પતિને કહ્યું કે તે લાહોર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 21 જુલાઈ 2023ના રોજ તે પાસપોર્ટ લઈને પાકિસ્તાન પહોંચી હતી. અરવિંદ 2005થી ભિવડીમાં રહે છે. બે બાળકોનો પિતા અરવિંદ પત્ની અંજુ અને અંજુના ભાઈ સાથે ભાડાના ફ્લેટમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સીમા હૈદર પણ ભારત આવી ચુકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીમા તેના ચાર બાળકો સાથે નેપાળના રસ્તે ભારતીય સરહદમાં પ્રવેશી હતી અને બાદમાં તે તેના પ્રેમી સચિન મીના સાથે નોઈડામાં રહેતી હતી. જોકે, સીમા અને અંજુ વચ્ચે આ પણ મોટો તફાવત છે. સીમા વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી, જ્યારે અંજુ પાસપોર્ટ વિઝા સાથે કાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશી હતી. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget