(Source: ECI/ABP News/ABP Majha)
Hindu Temple: આ રાજ્ય બનાવવા જઇ રહ્યું છે 3000 મંદિર, કહ્યું - હિન્દુ ધર્મની રક્ષા માટે જરૂરી...
ધર્માદા વિભાગનો પણ કાર્યભાત સંભાળી રહેલા સત્યનારાયણે મંગળવારે (28 ફેબ્રુઆરી)એ કહ્યું કે - મોટાપાયે પછાત વિસ્તારોમાં હિન્દુ મંદિરોને બનાવવાનુ શરૂ કરવામા આવ્યુ છે.
Andhra Pradesh Temple: આંધ્રપ્રદેશ સરકારે કહ્યું કે તે દરેક ગામમાં એક મંદિર બનાવશે. ઉમુખ્યમંત્રી કોટ્ટૂ સત્યાનારાયણ (Kottu Satyanarayana) એ કહ્યું કે, મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી (YS Jaganmohan Reddy)ના નિર્દેશ પર, હિન્દુ ધર્મની રક્ષા અને પ્રચાર માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે.
ધર્માદા વિભાગનો પણ કાર્યભાત સંભાળી રહેલા સત્યનારાયણે મંગળવારે (28 ફેબ્રુઆરી)એ કહ્યું કે - મોટાપાયે પછાત વિસ્તારોમાં હિન્દુ મંદિરોને બનાવવાનુ શરૂ કરવામા આવ્યુ છે.
કોટ્ટૂ સત્યનારાયણે શું કહ્યું ?
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વાણી ટ્રસ્ટને મંદિરોના નિર્માણ માટે પ્રત્યેક મંદિરને 10 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં 1,330 મંદિરોને બનાવવાની શરૂઆત ઉપરાંત આ લિસ્ટમાં અન્ય 1,465 મંદિરો પણ જોડવામાં આવ્યા છે. આ જ રીતે ધારાસભ્યોનો આગ્રહ પર 200 મંદિર બનાવવામાં આવશે.
સત્યનારાયણે કહ્યું કે શેષ મંદિરોનુ નિર્માણ અન્ય સ્વયંસેવી સ્થાનોના સહયોોગથી કરવામાં આવશે, ડેપ્યૂટી સીએમ સત્યનારાયણના અનુસાર, ધર્માદા વિભાગના તત્વાવધાનમાં 978 મંદિરોનુ નિર્માણ ઝડપથી થઇ રહ્યું છે. જ્યારે પ્રત્યેક 25 મંદિરોનુ કાર્ય એક સહાયક એન્જિનીયરને સોંપવામાં આવ્યુ છે.
કેટલા પૈસા આપવામાં આવ્યા ?
કેટલાક મંદિરોનુ પુનઃનિર્માણ અને મંદિરોમાં અનુષ્ઠાનો માટે ફાળવેલી 270 કરોડ રૂપિયાની રકમમાંથી 238 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી ચૂક્યા છે. આ જ રીતે આ નાણાંકીય વર્ષમાં પ્રતિ મંદિર 5,000 રૂપિયાના દરથી અનુષ્ઠાનો (ધૂપ-દીપ-નૈવેધ)ના વિત્તપોષણ માટે નિર્ધારિત 28 કરોડ રૂપિયામાંથી 15 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
સત્યનારાયણે કહ્યું કે,- ધૂપ દીપ યોજના અંતર્ગત 2019માં 1561 મંદિર રજિસ્ટર્ડ હતા, હવે તેની સંખ્યા 5,000 થઇ ગઇ છે. તેમને દાવો કર્યો છ ેકે, આને લઇને ઝડપથી કામ ચાલી રહ્યું છે. સાથે જ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ઝડપથી કામ પુરુ થશે.
Baba Ramdev : મુસ્લિમ પુરૂષો હિંદુ મહિલાઓનું અપહરણ કરે છે ને આતંક ફેલાવે છે : બાબા રામદેવ
Case Against Baba Ramdev: રાજસ્થાન પ્રવાસે આવેલા યોગ ગુરુ બાબા રામદેવને નમાઝ પર મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ મુશ્કેલી ઉભી થઈ છે. બાબાના વિવાદાસ્પદ શબ્દો પર દેશભરમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં પણ ઘણી જગ્યાએ બાબા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. ટોંક કલેક્ટર કચેરીમાં જઈ મુસ્લિમ સમાજ અને વકીલોએ બાબાનો વિરોધ કર્યો અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાજ્ય લઘુમતી આયોગે પણ બાબાના શબ્દો પર નારાજગી વ્યક્ત કરી છે.
રામદેવે બાડમેરમાં આપ્યું હતું આ નિવેદન
સ્વામી રામદેવે બાડમેરમાં એક ધાર્મિક સભાને સંબોધિત કરતી વખતે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ધાર્મિક મંચ પરથી કહ્યું હતું કે, ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. ફક્ત મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી છે અને નમાઝ અદા કર્યા બાદ તમે જે કરો છો તે બધું જ વાજબી છે. તમે હિંદુ છોકરીઓને ઉપાડી જાવ કે જેહાદના નામે આતંકવાદી બનો તમારા મનમાં જે આવે તે કરો પરંતુ દિવસમાં 5 વખત નમાઝ પઢો. ત્યાર બાદ બધું જ વાજબી બની જાય છે.
રફીક ખાને કહ્યું- 'સુનિયોજીત ષડયંત્ર'
રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું હતું કે, રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી ખૂબ જ શરમજનક છે. કોઈ ધર્મ દુશ્મનાવટ શીખવતો નથી. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવી જોઈએ.