શોધખોળ કરો
Advertisement
ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ કાશ્મીરનો ભાગ, Pok પર આતંકીઓનો કબજો: આર્મી ચીફ બિપિન રાવત
સેનાના વડા બિપિન રાવતે કહ્યું, જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કરી લીધો છે તેને પાકિસ્તાન નિયંત્રિત નથી કરતું, પરંતુ આતંકવાદીઓએ નિયંત્રિત કર્યું છે.
નવી દિલ્હી: સેનાના વડા બિપિન રાવતે પીઓકને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગિલગિટ-બાલ્ટિસ્તાનને જમ્મુ કાશ્મીરનો ભાગ ગણાવ્યો છે. સાથે તેમણે કહ્યું કે પીઓ કે પર પાકિસ્તાનનો નહીં પણ આતંકવાદીઓનો કબજો છે.
બિપિન રાવતે કહ્યું, “જ્યારે આપણે જમ્મૂ અને કાશ્મીર કહીએ છીએ, ત્યારે જમ્મૂ અને કાશ્મીરના પૂર્ણ રાજ્યમાં પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન પણ સામેલ છે. પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન એક અધિકૃત ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે, એક એવું ક્ષેત્ર જેના પર આપણાં પશ્ચિમી પડોસી દ્વારા ગેરકાયદે કબજો કરી લીધો છે.
તેમણે કહ્યું કે જે વિસ્તાર પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કરી લીધો છે તેને પાકિસ્તાન નિયંત્રિત નથી કરતું, પરંતુ આતંકવાદીઓએ નિયંત્રિત કર્યું છે. પીઓકે વાસ્તવમાં એક આતંકવાદી નિયંત્રણ દેશ અથવા પાકિસ્તાનનો આતંકવાદી નિયંત્રિત ભાગ છે. જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે કલમ 370ને સમાપ્ત કરવા માટે ઉચ્ચ સમય હતો. મહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સેનાને વધુ મજબૂત કરવાની વાત કરતા આર્મી ચીફે કહ્યું, “હું વિશ્વાસ અપાવું છું કે અમેરિકાની સિંગ સોયર રાયઇફલ જે હાલના સમયમાં દુનિયાની સૌથી સારી રાઈફલ છે, તે આ વર્ષના અંતમાં આપણી સેનાના જવાનો પાસે હશે.” મુંબઈ: વરલીમાં લાગ્યા પોસ્ટર, આદિત્ય ઠાકરેને ગણાવ્યા ભાવી મુખ્યમંત્રી આ બેઠક પર કોંગ્રેસને માત્ર 743 મતથી મળી જીત, જાણો ગુજરાત પેટા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા#WATCH Delhi: Army Chief General Bipin Rawat says, "...The territory which has been illegally occupied by Pakistan is not controlled by the Pakistani establishment, it is controlled by terrorists. PoK is actually a terrorist controlled part of Pakistan." pic.twitter.com/jS8lGVddJw
— ANI (@ANI) October 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement