શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ આર્મીના કોરોના પોઝિટિવ જવાને હોસ્પિટલમાં કરી આત્મહત્યા, ન મળી કોઈ સુસાઈડ નોટ
સારવાર દરમિયાન તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેને 5 મેના રોજ દિલ્હીની નારાયણામાં સેનાની બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર ભારતીય સેના પર પણ પડી રહી છે. સેનામાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્યા છે. તેવી જ રીતે એક કેસ દિલ્હીમાં પણ આવ્યો છે, જેમાં જવાનને આર્મીની બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ મળી આવેલ આ જવાને મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસ અને સેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, 31 વર્ષીય સેનાના જવાન સિગ્નલમેન તરીકે રાજસ્થાનના અલવરમાં ડ્યૂટી પર હતા. જવાન લંગ કેન્સરથી પીડિત હતા, તેમની દિલ્હીમાં ધૌલા કુઆં સ્થિત સેનાના રિસર્ચ એ્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
સારવાર દરમિયાન તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેને 5 મેના રોજ દિલ્હીની નારાયણામાં સેનાની બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. જાણકારી અનુસાર હોસ્પિટલની બહાર મંગળવારે સવારે 4 કલાકે જવાનનું શબ ઝાડ સાથે લટકતું જોવા મળ્યું.
ડીસીપી (વેસ્ટ) દીપક પુરોહિતે જણાવ્યું કે, હોસ્પિટલમાં રહેલ અન્ય દર્દીએ અંતિમ વખત જવાનને રાત્રે 1 કલાકે જોયો હતો, જ્યારે તે ટોયલેટ તરફ ગયો હતો. ત્યાર બાદ સવારે 4 કલાકે જવાનનું મૃતદેહ મળ્યો.
પરિવારની મદદ કરશે સેના
પોલીસે અનુસાર જવાને કોઈ સૂસાઇડ નોટ છોડી ન હતી પરંતુ શક્યતા છે કે પોતાની બીમારીથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી લીધી હોય. મૃતક જવાન મહારાષ્ટ્રના રહેવાસી હતા. પરંતુ પોતાના પરિવારની સાથે અલવરમાં જ રહેતા હતા. સેનાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે, પરિવારને આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.
સેનાના પ્રવક્તાએ કહ્યું કે, પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવશે. તેની સાથે જ એત તપાસ પણ આ મામલે સેના તરફથી શરૂ કરવામાં આવી છે. હાલમાં સેના મૃતક જવાનના પરિવારની રાહ જોઈ રહી છે. તેમના પહોંચ્યા બાદ જ જવાનની ઓટોપ્સી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement