શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરો અને કર્મચારીઓ વચ્ચેની તકરારના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, પરંતુ શ્રીનગર એરપોર્ટ પર બનેલી તાજેતરની ઘટનાએ હિંસાની હદ વટાવી દીધી છે.

Army officer punches SpiceJet staff: શ્રીનગર એરપોર્ટ પર હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આર્મી ઓફિસરે સ્પાઇસજેટના 4 કર્મચારીઓ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો. આ ઘટના 26 જુલાઈ ના રોજ બની હતી જ્યારે મુસાફરને નિયત 7 કિલોથી વધુ વજનનો સામાન હોવાથી વધારાના ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ગુસ્સે થયેલા આર્મી ઓફિસરે કર્મચારીઓને લાતો અને મુક્કા માર્યા, જેમાં એક કર્મચારીની કરોડરજ્જુમાં ફ્રેક્ચર પણ થયું. આ ઘટના બાદ એરલાઇને મુસાફરને 'નો-ફ્લાય' લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે અને પોલીસમાં કેસ નોંધાવ્યો છે.
હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરો અને કર્મચારીઓ વચ્ચેની તકરારના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, પરંતુ શ્રીનગર એરપોર્ટ પર બનેલી તાજેતરની ઘટનાએ હિંસાની હદ વટાવી દીધી છે. દિલ્હી જતી ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર એક વરિષ્ઠ આર્મી ઓફિસરે સ્પાઇસજેટ ના 4 ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યો પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો.
હુમલાનું કારણ સામાનનું વજન હતું. એરલાઇન દ્વારા મુસાફરોને ફક્ત 7 કિલો સુધીનો કેબિન સામાન લઈ જવાની પરવાનગી હોય છે. પરંતુ આ આર્મી ઓફિસર પાસે 16 કિલો વજનની બે કેબિન બેગ હતી, જે નિયત મર્યાદાથી બમણાથી વધુ હતું. જ્યારે ફ્લાઇટ સ્ટાફે તેમને વધારાના ચાર્જ ચૂકવવાનું કહ્યું, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો. આ પછી, તેણે બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જે સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.
Another video clip of the passenger identified as an Army officer by Spicejet, assaulting the airline staff at Srinagar airport. pic.twitter.com/plJrFlnPzr
— Man Aman Singh Chhina (@manaman_chhina) August 3, 2025
નિર્દયતાપૂર્ણ હુમલો
CISF અધિકારીએ તેને પાછો ગેટ પર લઈ ગયા, ત્યારે મુસાફરનું વર્તન વધુ આક્રમક બન્યું. તેણે ગુસ્સામાં આવીને સ્પાઇસજેટ ના 4 કર્મચારીઓ પર હુમલો કર્યો. એરલાઇન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, તેણે કર્મચારીઓને મુક્કા અને લાતો મારી. એક કર્મચારીને તો ફ્લોર પર બેભાન અવસ્થામાં પડ્યા પછી પણ માર મારવામાં આવ્યો. એક અન્ય કર્મચારીના જડબા પર જોરથી લાત મારવામાં આવતા તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે પણ બેભાન થઈ ગયો. આ હુમલામાં એક કર્મચારીની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
Spicejet says the man in orange (an Army officer) has been booked for this “murderous assault” on its staff at Srinagar airport over payment for excess cabin baggage. Airline says spinal fracture and broken jaw among the injuries. Probe underway. pic.twitter.com/g2QmIPU7eJ
— Shiv Aroor (@ShivAroor) August 3, 2025
એરલાઇન અને પોલીસની કાર્યવાહી
ઘાયલ થયેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્પાઇસજેટે આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્મી ઓફિસર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત, એરલાઇને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર, આક્રમક મુસાફરને 'નો-ફ્લાય' લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે. એરલાઇને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પણ આ ઘટના અંગે પત્ર લખીને મુસાફર સામે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે, જેથી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી શકાય.





















