Army Truck Accident: લદ્દાખમાં આર્મીનો ટ્રક ખીણમાં ખાબક્યો,દર્દનાક અકસ્માતમાં 9 જવાનો શહીદ
Army Truck Accident: લદ્દાખના લેહના કેરીમાં આર્મી ટ્રક અકસ્માતના સમાચાર છે. આ દુર્ઘટનામાં 9 જવાનો શહીદ થયા છે.
Army Truck Accident: લદ્દાખના લેહના કેરીમાં સેનાની ટ્રક અકસ્માતના સમાચાર છે. લેહ નજીક ક્યારી ગામમાં સેનાનું વાહન ખાડામાં પડી ગયું. આ દુર્ઘટનામાં 9 જવાનો શહીદ થયા હતા. એક જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત બેંકથી 7 કિલોમીટર પહેલા થયો હતો. ભારતીય સેનાના જવાનોનું વાહન ખાડામાં પડી ગયું છે. આ સૈનિકો ચોકીથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.
Army vehicle falls into gorge in Ladakh, nine jawans killed
Read @ANI Story | https://t.co/6WkNAriE8K#IndianArmy #Ladakh #Armyvehicle pic.twitter.com/mDBH3cU6Q7— ANI Digital (@ani_digital) August 19, 2023
તમને જણાવી દઈએ કે, ટ્રકમાં 2 જેસીઓ અને 7 જવાન હતા. કુલ 34 કર્મચારીઓ સાથે એક SUV, ટ્રક અને એમ્બ્યુલન્સ સહિત 3 વાહનોની રેકી પાર્ટી હતી. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો. લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. જવાનો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.
Ladakh | Seven Indian Army soldiers lost their lives in an accident 7 km short of Kyari town when their vehicle fell in a gorge. Many others are injured in the incident. The troops were moving from Karu garrison to Kyari near Leh. Many troops have suffered injuries also in the… pic.twitter.com/lAABfH5Zav
— ANI (@ANI) August 19, 2023
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેનાની ટુકડીમાં ત્રણ વાહનો સામેલ છે. તેમાંથી સેનાની ટ્રક અકસ્માતનો ભોગ બની છે. આ ટુકડીમાં ત્રણ અધિકારીઓ, બે જેસીઓ અને 34 જવાન સામેલ હતા. ત્રણ વાહનોની આ ટુકડીમાં એક જીપ્સી, એક ટ્રક અને એક એમ્બ્યુલન્સ હતી. લદ્દાખનો વિસ્તાર જ્યાં આ દુર્ઘટના થઈ છે તે દૂરનો વિસ્તાર છે.
લદ્દાખના સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, “કેરે શહેરથી 7 કિમી દૂર એક અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો જ્યારે તેમનું વાહન ખાડીમાં પડી ગયું. આ ઘટનામાં હજુ પણ ઘણા જવાન ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. આ જવાનો કારુ ગેરીસનથી લેહ નજીક કેરે તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ પણ થઈ છે.
આ પહેલા એપ્રિલ 2023માં પૂંચ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાના એક વાહનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે હાઈવે પરથી પસાર થઈ રહેલા સેનાના વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ ગ્રેનેડનો પણ ઉપયોગ કર્યો હતો, જેના કારણે વાહનને આગ લાગી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આ આતંકી હુમલો થયો હતો.