શોધખોળ કરો
Advertisement
નમસ્તે ટ્રમ્પ: દિલ્હી સરકારી સ્કૂલમાં મેલાનિયા ટ્રમ્પના કાર્યક્રમમાં સામેલ નહી થાય કેજરીવાલ
ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દિલ્હીની સરકારી સ્કૂલમાં હૈપ્પીનેસ ક્લાસમાં સામેલ થશે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે બે દિવસ માટે ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમના 24 ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યકર્મ યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ દિલ્હીની સરકારી સ્કૂલમાં હૈપ્પીનેસ ક્લાસમાં સામેલ થશે. મેલાનિયા ટ્રમ્પ એક કલાક સુધી સ્કૂલમાં હાજર રહી હૈપ્પીનેસ ક્લાસનો આનંદ માણશે.
જ્યારે, દિલ્હી સરકારના સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા હાજર નહી રહે. જ્યારે મેલાનિયા સ્કૂલમાં હૈપ્પીનેસ ક્લાસને જોતા હશે ત્યારે આ દરમિયાન તેઓ અન્ય એક કાર્યક્રમમાં સામેલ થયા હશે. અન્ય એક જાણકારી એ પણ સામે આવી રહી છે કે સરકાર દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું નામ નથી.Delhi Govt Sources: Names of CM Arvind Kejriwal and Deputy CM Manish Sisodia dropped from the school event where Melania Trump is scheduled to visit. Delhi Govt Sources claim both were to attend the programme since the school comes under Delhi Govt pic.twitter.com/Vulos5SCeh
— ANI (@ANI) February 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement