શોધખોળ કરો
મોદી સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારનો દાવો- ‘ICUમાં છે ભારતીય અર્થવ્યવસ્થા’
હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના આંતરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર માટે તૈયાર કરેલા પેપરમાં અરવિંદે લખ્યું છે કે આ સુસ્તી અસાધારણ છે.

નવી દિલ્હીઃ મોદી સરકરમાં મુખ્ય આર્થિક સલાહકાર રહેલ અરવિંદ સુબ્રમણ્યને દેશની હાલની અર્થવ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હાલમાં અર્થતંત્રની જે સ્થિતિ છે તેનાથી એ સ્પષ્ટ છે કે તે આઈસીયૂમાં જઈ રહી છે. તેમણે ઇકોનોમીને લઈને કહ્યું કે, ભારત ગંભીર આર્થિક સુસ્તીમાં છે. બેંકો અને કંપનીઓની ટૂઇન બેલેન્સશીટ ક્રાઈસિસને કારણે અર્થવ્યવસ્થા પર ભારે દબાણ છે. સુબ્રમણ્યન મોદી સરકારના પ્રથમ આર્થિક સલાહકાર હતા, પરંતુ વિતેલા વર્ષે ઓગસ્ટમાં તેમણે પદ છોડ્યું હતું. અરવિંદ સુબ્રમણ્યને આંતરાષ્ટ્રીય મોનીટરી ફંડ (IMF)ની ભારતીય કચેરીના પૂર્વ પ્રમુખ જોશ ફેલમૅન સાથે મળી લખેલા નવા સંશોધનપત્રમાં કહ્યું છે કે ભારતની અર્થવ્યસ્થામાં આ સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનબીએફસી, રિયલ એસ્ટેટ, વગેરે જેવા ચાર ક્ષેત્રોની કંપનીઓની બેલેન્સશીટ અથવા ખાતાવહી સમસ્યાઓ સામે બાથભીડી રહી છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના આંતરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર માટે તૈયાર કરેલા પેપરમાં અરવિંદે લખ્યું છે કે આ સુસ્તી અસાધારણ છે. ભારતમાં ઉંડી આર્થિક સુસ્તી છે. એવું લાગી રહ્યું છે કે અર્થવ્યવસ્થા ICUમાં જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓનું વધતું જતું દેવું બૅન્કો માટે ચિંતાજનક છે. ટવીન બેલેન્સસીટની બીજી લહેરનો સામનો ભારત કરી રહ્યો છે તે કોઈ સામાન્ય મંદી નથી પણ મહામંદી છે. અર્થવ્યવસ્થાને અત્યંત ઉંડી સારવારની જરૂર છે.
વધુ વાંચો





















