Cruise Drugs Case: આર્યન ખાન કેસમાં મુખ્ય સાક્ષી કિરણ ગોસાવી લખનઉમાં કરશે સરેન્ડર, ABP ન્યૂઝને આપી જાણકારી
આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસાવી સરેન્ડર કરશે. કિરણ ગોસાવીએ એબીપી ન્યૂઝને જણાવ્યું છે કે તે લખનઉમાં આત્મસમર્પણ કરી રહ્યા છે.
Cruise Drugs Case: આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસાવી સરેન્ડર કરશે. કિરણ ગોસાવીએ એબીપી ન્યૂઝને જણાવ્યું છે કે તે લખનઉમાં આત્મસમર્પણ કરી રહ્યા છે. કિરણ ગોસાવીને ક્રુઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યો છે. પરંતુ હાલમાં જ ગોસાવીના બોડીગાર્ડે તેમના વિશે મોટા ખુલાસા કર્યા છે અને ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.
બોડીગાર્ડ પ્રભાકર સાયલે ગોસાવી સામે આ આક્ષેપો કર્યા હતા
પોતાને કિરણ ગોસાવીનો બોડીગાર્ડ ગણાવતા પ્રભાકર સાયલે દાવો કર્યો છે કે ક્રુઝ પાર્ટીના દરોડા દરમિયાન તે ગોસાવી સાથે હતો. પ્રભાકર કહે છે કે જ્યારથી કિરણ ગોસાવી આ ઘટના બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે ત્યારથી તેનો જીવ જોખમમાં છે. પ્રભાકરે પોતાના સોગંદનામામાં સેમ ડિસોઝા નામની વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રભાકરના જણાવ્યા અનુસાર, સેમ ડિસોઝા સાથે તેની મુલાકાત એનસીબી ઓફિસની બહાર થઈ હતી. તે સમયે તેઓ કે.પી.ગોસાવીને મળવા પહોંચ્યા હતા. બંને પોતપોતાની કારમાં લોઅર પરેલ નજીક બિગ બજાર પાસે આવેલી NCB ઓફિસથી પહોંચ્યા. સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો છે કે ગોસાવીએ સેમ નામના વ્યક્તિ સાથે ફોન પર 25 કરોડ રૂપિયાથી વાત શરુ કરીને તેને 18 કરોડમાં ફિક્સ કરવાની વાત કરી રહ્યા હતા. તેણે સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાની વાત પણ કરી હતી.
તેમનો દાવો છે કે આ પછી વાદળી રંગની મર્સિડીઝ કાર લોઅર પરેલ પહોંચે છે, જેમાં શાહરૂખ ખાનની સેક્રેટરી પૂજા દદલાણી છે. કારમાં કે.પી.ગોસાવી અને સેમ પૂજા દદલાની સાથે મુલાકાત કરે છે.
એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોતાના જ અધિકારીઓ વિરુદ્ધ તપાસની જે રુપ રેખા બનાવવામાં આવી છે તે મુજબ સાક્ષીના સોગંદનામામાં જેમના નામનો ઉલ્લેખ છે તે બધાની પૂછપરછ થવી જોઈએ, જેમાં ખુદ પ્રભાકર સૈલ પણ છે, સેમ ડિસોઝા, કિરણ ગોસાવી (જે હજુ પણ ફરાર છે) શાહરૂખની મેનેજર પૂજા દદલાનીની પણ પૂછપરછ કરાશે, કારણ કે પ્રભાકરે દાવો કર્યો છે કે તેણે કિરણ ગોસાવી અને પૂજાને પૈસા વિશે વાત કરતા જોયા છે. NCB અધિકારી સાલેકરની પણ પૂછપરછ કરવામાં આવશે, જેમણે પ્રભાકરને કોરા કાગળ પર સહી કરાવી હતી. સમીર વાનખેડેના ડ્રાઈવર અને સ્ટાફના નિવેદન પણ નોંધવામાં આવશે.